VADODARA : પોક્સો કેસના આરોપી સ્વામીના આગોતરા જામીન નામંજૂર
VADODARA : વડોદરા (VADODARA) માં વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબામાં આવતા વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી દ્વારા વર્ષ 2016 માં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે મામલે બે મહિના પગેલા ભોગ બનનાર યુવતિએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે 52 વર્ષિય જગત પાવનદાસ સ્વામી સામો પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં દુષ્કર્મના આરોપી સ્વામીએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મુક્યા હતા. જેને કોર્ટે નામંજૂર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવેમ્બર - 2019 સુધી આ સિલસિલો જારી રહ્યો
વડોદરામાં વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગતપાવન દાસ સામે યુવતિએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2016 માં યુવતિ સગીર હતી, ત્યારે સ્વામીએ તેને ગીફ્ટ આપવાના બહાને બોલાવીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદથી લઇને નવેમ્બર - 2019 સુધી આ સિલસિલો જારી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે લંપટ સ્વામી જગતપાવન દાસ સામે વાડી પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. ગુનો નોંધાયા બાદથી આ સ્વામી પોલીસની પકડથી દુર છે.
પોલીસે રજુ કરેલા પુરાવાઓને ગ્રાહ્ય
દરમિયાન વડોદરાની કોર્ટમાં પોક્સો કેસના આરોપી સ્વામી દ્વારા આગોતરા જામીન મુકવામાં આવ્યા હતા. જે અંગે તાજેતરમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલે પીડિતા તરફે ધારદાર દલીલો કરી હતી. કોર્ટે સરકારી વકીલની દલીલો, પોલીસે રજુ કરેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જગતપાવન દાસ સ્વામીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : દુમાડ તળાવનું બ્યુટીફીકેશન ખખડી ગયું