Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાટકેશ્વર બ્રિજ મામલો : ચાર આરોપીઓની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી

કલ્પીન ત્રિવેદી, અમદાવાદ હાટકેશ્વર બ્રિજ નો શું છે સમગ્ર મામલો અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાનો હોવાથી AMC દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ બનાવવા માટે મહેસાણાની અજય એન્જીનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ટેન્ડર પ્રક્રિયા દ્વારા 39.87...
હાટકેશ્વર બ્રિજ મામલો   ચાર આરોપીઓની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી

કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

Advertisement

હાટકેશ્વર બ્રિજ નો શું છે સમગ્ર મામલો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાનો હોવાથી AMC દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ બનાવવા માટે મહેસાણાની અજય એન્જીનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ટેન્ડર પ્રક્રિયા દ્વારા 39.87 કરોડ રૂપિયામાં ઓર્ડર મળ્યો હતો. જેનું કામ કંપનીએ કરી AMC પાસે થી 35.48 કરોડ રૂપિયા મેળવ્યા હતા. પરંતુ આ બ્રિજ નબળી ગુણવત્તાનો હોવાથી પોપડા પડવાનું શરૂ થતાં AMC દ્વારા બ્રિજ બંધ કરાયો હતો. ત્યારબાદ જુદી-જુદી ટેક્નિકલ સંસ્થાઓની તપાસમાં પણ બ્રિજના બાંધકામમાં વધુ નફો રળવાના આશયથી મટીરીયલ પૂરતા પ્રમાણમાં વપરાયું નથી અને હલકી ગુણાવતાનું કામ થયું હોવાના અહેવાલ છે.

AMC એ કોના વિરૂદ્ધ નોંધાવી છે પોલીસ ફરિયાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજનું બાંધકામ કરનાર સંસ્થા અજય એન્જીનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના હોદ્દેદારો અને બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરતી સંસ્થા SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના હોદ્દેદારો સામે ખોખરા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી છે.

Advertisement

ક્યાં ચાર આરોપીઓએ કરી આગોતરા જામીન અરજી
1. રમેશ પટેલ, ડિરેકટર અને ચેરમેન, અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ.
2. રસિક પટેલ, ડિરેકટર, અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ.
3. ચિરાગ પટેલ, ડિરેકટર, અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ.
4. કલ્પેશ પટેલ, ડિરેકટર, અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ.

ઉપરાંત અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના બ્રિજના બાંધકામ સાથે સંકળાયેલ ઓફિસર, એન્જીનિયર્સ અને મહત્વના મેનેજેરિયલ માણસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સાથે જ
મિત ઠક્કર, ડિરેકટર SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.

Advertisement

શશીભૂષણ જોગાણી, ડિરેકટર SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. નીલમ પટેલ, પ્રોજેકટ એન્જીનીયર, SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બ્રિજના કામમાં સંકળાયેલ ઓફિસર, એન્જીનિયર અને મેનેજેરીયલ કર્મચારી વિરૂદ્ધ ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે

ફરિયાદ પક્ષે કોર્ટ સમક્ષ શું કરી રજૂઆત
ઉપરના આરોપીઓમાંથી અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચારેય ડિરેક્ટરોએ ધરપકડ ટાળવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સેશન્સ કોર્ટમાં તેની સુનવણી દરમિયાન ખોખરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અને તપાસનીશ અધિકારી એ.વાય. પટેલ દ્વારા એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટને આરોપીઓના જામીન ના આપવા બાબતે રજૂઆત કરી હતી કે કોર્પોરેશનની ટેન્ડર શરતો પ્રમાણે બ્રિજનું બાંધકામ કરનાર કંપની દ્વારા સિમેન્ટ અને અન્ય મટીરીયલ વપરાયું નથી. તેમજ ગેરરીતિઓ આચરવામાં આવી છે. જો બ્રિજ બંધ કરવામાં આવ્યો ન હોત તો મોટી હોનારત સર્જાઈ હોત તેવી રજૂઆત કરવામાં આવી હતી.... જો આરોપીઓને આગોતરા જામીન અપાશે તો તેઓ યેનકેન પ્રકારે AMC એ આપેલ માહિતી સાથે ચેડા કરશે. તપાસ ચાલુ હોવાથી આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂરી છે. જ્યારે અન્ય આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા છે કે કેમ ? તેની પણ તપાસ જરૂરી છે.

તપાસનીશ અધિકારીની એફિડેવિટમા AMC દ્વારા બ્રિજના પરીક્ષણ માટે સંપર્ક કરાયેલ ટેસ્ટિંગ એજન્સી...
1. CIMEC ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ.
2.KCT Consulatancy Services
3. E-Cube Concrete Consultants LLP
4. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, સુરત. (SVNIT)
5. IIT રૂરકી ના અહેવાલ ટાંકવામાં આવ્યા હતા.

આ આગોતરા જામીન અરજી પર સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખતા 28 એપ્રિલ ચુકાદો આપશે.

આ પણ વાંચો : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટનાં શરણે

Tags :
Advertisement

.