Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કાર બાબતે થયેલી બબાલમાં જાહેરમાં દંડાવાળી

VADODARA : વડોદરા (VADODARA) ના લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કાર બાબતે થયેલી બબાલમાં જાહેરમાં દંડાવાળી થઇ હતી. આ મામલે પોલીસ કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તમામની અટકાયત કરીને પોલીસ મથક લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ...
vadodara   કાર બાબતે થયેલી બબાલમાં જાહેરમાં દંડાવાળી

VADODARA : વડોદરા (VADODARA) ના લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કાર બાબતે થયેલી બબાલમાં જાહેરમાં દંડાવાળી થઇ હતી. આ મામલે પોલીસ કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તમામની અટકાયત કરીને પોલીસ મથક લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે 12 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

ટોળુ વિખેરી હથિયારો પીસીઆર વાનમાં મુકાવવામાં આવ્યા

લક્ષ્મીપુરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ ધરમેન્દ્રસિંહ ભરતસિંહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ગતરોજ ફરજ પર હતા. તેવામાં કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળી કે, ત્રણ સ્કોર્પીયો કારવાળા માર મારે છે. ફોન કરનારે જણાવ્યું કે, લક્ષ્મીપુરા માધવનગર ખોડિયાર માતાના મંદિર પાસે બે-ત્રણ નંબર પ્લેટ વગરની કાર માંથી નિકળીને બે છોકરાઓને માર મારવામાં આવી રહ્યો છે. અને ઉઠાવી ગયા છે. જેના આધારે સ્થળ પર પહોંચચા ટોળુ અંદરોઅંદર લાકડીઓ વડે મારામારી કરી શાંતિભંગ કરતું નજરે પડ્યુ હતું. બાદમાં ટોળુ વિખેરી હથિયારો પીસીઆર વાનમાં મુકાવવામાં આવ્યા હતા.

એકબીજા વિરૂદ્ધ ફરિયાદ આપવા માંગતા ન્હતા

સ્થળ પર ત્રણ નંબર પ્લેટ વગરની કાર અને એક્ટીવા મળી આવતા તે બાબતે પુછપરછ કરવામાં આવી હતી. અને તમામ વાહનોને પોલીસ મથક લઇ આવવામાં આવ્યા હતા. ટોળા પૈકી કોઇ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ આપવા માંગતા ન્હતા. તમામના નામ પુછતા, દિપક કરમશીભાઇ રબારી (રહે. કરોઇ ગામ, ગાંધીનગર), વિહાભાઇ કરશનભાઇ રબારી (રહે. રબારીવાસ, નાના ચીલોડા, ગાંધીનગર), ઉમંગભાઇ ઇશ્વરભાઇ રબારી (રહે. કરોલી, દહેગામ, ગાંધીનગર), વિષ્ણુભાઇ જયરામભાઇ રબારી (રહે. રબારીવાસ, નાના ચીલોડા, ગાંધીનગર), આનંદભાઇ અજમલભાઇ રબારી (રહે. રબારીવાસ, નાના ચીલોડા, ગાંધીનગર), રણવિરસિંહ દિલીપસિંહ રાઠોડ (રહે. ન્યુ શાહીબાગ, નાના ચીલોડા, ગાંધીનગર) વિશ્વાસ ધરમશીભાઇ રબારી (રહે. કરોલી, દહેગામ, ગાંધીનગર), ભાવીક બળદેવભાઇ દેસાઇ (રહે. ન્યુ શાહીબાગ, નાના ચીલોડા, ગાંધીનગર), અમિત ઇશ્વરભાઇ દેસાઇ (રહે. રબારીવાસ, નાના ચીલોડા, ગાંધીનગર), વિશાલ અમૃતભાઇ દેસાઇ (રહે. રબારીવાસ, નાના ચીલોડા, ગાંધીનગર), યુવરાજસિંહ મનુભા ગોહિલ (રહે. ગંગાનગર, ગોરવા) અને સંતોષગીરી ઉર્ફે સાગરગીરી નબીનચંદ્રગીરી (રહે. માધવબાગ સોસાયટી, લક્ષ્મીપુરા) જાણવા મળ્યું હતું.

Advertisement

હથિયારબંધી ના જાહેરનામાનો ભંગ

સંતોષગીરી ઉર્ફે સાગરગીરી નબીનચંદ્રગીરીએ જણાવ્યું કે, સાકિબ મુસાભાઇ પટેલ (રહે. આયશા પાર્ક, તાંદલજા, વડોદરા) ફોર્ચ્યુનર કાર લે-વેચનું કામ કરે છે. લે-વેચ બાબતે અંદરોઅંદર થયેલા ઝઘડા બાદ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. આખરે તમામ સામે હથિયારબંધી ના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન વધુ લોકાભીમુખ બનાવવા સાંસદનો અનુરોધ

Advertisement

Tags :
Advertisement

.