VADODARA : ઇલેક્ટ્રિક પેનલમાંથી દારૂ શોધવા પોલીસ ડીસમીસ લઇને કામે લાગી
VADODARA : વડોદરા (VADODARA) પ્રિવેન્શન ઓફ ક્રાઇમ (PREVENTION OF CRIME - VADODARA) ની ટીમો પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ પર રોક લગાડવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે તાજેતરમાં પીસીબી (PCB - VADODARA) ની ટીમએ એક વોન્ટેડ બુટલેગરની પકડી પાડ્યો છે. બુટલેગર પાસેથી ઇલેક્ટ્રિક પેનલમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો ઇલેક્ટ્રિક પેનલમાં સ્ક્રુ વડે પતરું ફીટ કરીને સુરક્ષિત કરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવતા પોલીસ ડીસમીસ લઇને કામે લાગી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ કાર્યવાહીમાં દબોચી લેવાયેલા બુટલેગર સામે પાણીગેટ અને વાઘોડિયા પોલીસ મથકમાં અડધો ડઝન ગુના નોંધાયા છે. સાથે જ તે એક વખત પાસામાં ધકેલાયો છે.
કપુરાઇ પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો
તાજેતરમાં પીસીબીના હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી. જે અનુસાર, દસ મહિના પહેલા નંદેસરી પોલીસ મથક ખાતે નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતો-ફરતો બુટલેગર મહેશ ઉર્ફે બોબડી વાળંદ જાંબુઆ બ્રિજ પાસે આવેલા રામદેવ સતીમાતા બોટલ પાસે દારૂના જથ્થા સાથે વાહનની વાટ જોઇ રહ્યો છે. જે બાદ પીસીબીની ટીમોએ સ્થળ પર જઇને દરોડા પાડ્યા હતા. જેમાં મહેશ ઉર્ફે બોબડી ગીરીશભાઇ વાળંદ (રહે. મહાદેવ ચોક, મહાકાળી સોસાયટી સામે, કિશનવાડી, વડોદરા) ને દબોચી લીધો હતો. અને તેના વિરૂદ્ધ કપુરાઇ પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જીગ્નેશભાઇ (રહે. સેલવાસ) ને વોન્ટેડ જાહેર
આ કાર્યવાહી સમયે આરોપી મહેશ બોબડી પાસેથી ઇલેક્ટ્રિક પેનલ મળી આવી હતી. આ પેનલ તમામ તરફથી બંધ હતી. પોલીસને શંક જતા ડીસમીસ વડે તેના સ્ક્રુ ખોલીને અંદર શું છે, તેની ખરાઇ કરવામાં આવી હતી. સ્ક્રુ ખોલતા જ અંદર મુકેલો દારૂ દ્રશ્યમાન થયો હતો. પોલીસે ગણતરી કરતા ભારતીય બનવટવા ઇંગ્લીશ દારૂની 240 બોટલો મળી આવી હતી. તે સાથે કુલ મળીને રૂ. 43 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. સાથે જ જીગ્નેશભાઇ (રહે. સેલવાસ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
એક વખત પાસા હેઠળ ધકેલાયો
ધરપકડ કરાયેલા મહેશ બોબડી સામે પાણીગેટ અને વાઘોડિટા પોલીસ મથકમાં પ્રોહીબીશન તથા અન્ય કલમો હેઠળ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. તેને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત બાદ મોબાઇલમાં લખેલો અંતિમ મેસેજ ફોરવર્ડ થયો, જાણો કારણ