VADODARA : આતંકી હુમલા બાદ શ્રીનગરમાં ફસાયેલા 23 પ્રવાસીઓ પરત ફર્યા
VADODARA : પહલગામમાં આતંકી હુમલાની (PAHALGAM TERROR ATTACK) ઘટના બાદ શ્રીનગરમાં વડોદરા (VADODARA) ના 23 પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. તેમને પરત લાવવા માટે સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના ફળસ્વરૂપે આજે તેઓ વડોદરા આવી પહોંચ્યા છે. અને પ્રવાસીઓ તથા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રવાસીઓ સર્વેનું કહેવું છે કે, સ્થાનિકો દ્વારા અમને ખુબ સપોર્ટ કરવામાં આવ્યો છે.
અમારે પણ માતા-બહેન અને પરિવાર છે
રેલમ મારફતે આવી પહોંચેલા પર્યટકોએ કહેવું છે કે, અમને કોઇ તકલીફ નથી પડી. અમારે પહલગામ જવાનું હતું. પરંતુ અમે માંડી વાળ્યું હતું. આતંકવાદીઓની પ્રવાસીઓ પર જ નજર છે. કાશ્મીર અને આર્મી વાળા સારા છે. સરકારની એટલી ચૂંક કે પ્રવાસી હોય ત્યાં સિક્યોરીટી આપવી જોઇએ, તેવી અમારી માંગ છે. જ્યાં બંદોબસ્ત ના હોય ત્યાં પ્રવાસીઓને ના મોકલવા જોઇએ. અમે શ્રીનગરમાં હતા. અમે શ્રીનગરથી જમ્મુ રૂ. 1200 નું ભાડુ ખર્ચીને આવ્યા હતા. મહિલા પર્યટકે જણાવ્યું કે, વડોદરા અમે સુરક્ષિત પહોંચી ગયા છીએ. ત્યાંના લોકોએ અમને જમવા, આવવા-જવાની બાબતે ઘણો સપોર્ટ કર્યો હતો. અમે એક વખત રાત્રે 10 વાગ્યે અટકી પડ્યા હતા, ત્યારે સ્થાનિકો અમને તેમની કારમાં છોડી ગયા હતા. અને અમને કહ્યું કે, તમે અમારા ઘરે પણ ચાલો, અમારે પણ માતા-બહેન અને પરિવાર છે. તે લોકો પણ ઘટનાથી ઘણા દુખી હતા. તેઓ કહેતા કે, તમે હવે અમારા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે.
અમે રૂ. 25 હજાર ખર્ચીને જમ્મુ આવ્યા
અન્ય મહિલાએ જણાવ્યું કે, આતંકી હુમલાની ઘટના બાદ અમે ડરી ગયા હતા. ત્યાં કરફ્યુ લાગી ગયા હતા. અમે અમારી હોટલમાં સુરક્ષિત હતા. અમે રૂ. 25 હજાર ખર્ચીને જમ્મુ આવ્યા હતા. ત્યાંના લોકો ખુબ સારા છે, અમને ઘણો સપોર્ટ કર્યો હતો. અમને જમવા અને રહેવા માટે તેઓ બોલાવતા હતા. અમારા સંતાનો ચિંતા કરતા હતા. હવે ઘરે આવીને ઘણી રાહત અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : વાલીઓની લડત સામે સંત કબીર શાળાના સંચાલકોની હાર