Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ધાબા પરથી ફટાકડા ફોડીને નાંખતા છુટ્ટા હાથે મારામારી

VADODARA : ઘટના અંગે બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ફરિયાદી તથા તેમના પતિને છોડાવ્યા હતા.
vadodara   ધાબા પરથી ફટાકડા ફોડીને નાંખતા છુટ્ટા હાથે મારામારી

VADODARA : વડોદરા ગ્રામ્ય અંતર્ગત (VADODARA RURAL) આવતા પાદરા (PADRA) માં તહેવાર ટાણે જોખમી રીતે ફટાકડા ફોડતા પાડોશીને કહેવા જતા મામલો બિચક્યો હતો. પોતાની ભૂલ બદલ પાડોશીએ લાજવાની જગ્યાએ તે ગાજ્યો હતો. અને ટોકનારના ઘરે જઇને છુટ્ટાહાથે મારામારી કરી હતી. આખરે આ મામલે ત્રણ આરોપીઓ સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ફટાકડા ફોડીને નીચે તેઓ બેઠા હતા ત્યાં ફેંકતા

પાદરા પોલીસ મથકમાં શિતલબેન સુધાર એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં દિવાળી ટાણે તેઓ તેમના ઘરની બહાર બહેનપણી સાથે બેસીને વાતો કરતા હતા. દરમિયાન ફળિયાના માણસો ફટાકડા ફોડતા હતા. તેવામાં પાડોશમાં રહેતા અજીત રામચંદ્ર પટેલ એ નશાની હાલતમાં ઘરના ધાબા પરથી ફટાકડા ફોડીને નીચે તેઓ બેઠા હતા ત્યાં ફેંકતા હતા. બાદમાં ફરિયાદી તેમના પતિ પાસે ગયા હતા. અને સમગ્ર ઘટનાને લઇને તેમને વાત કરી હતી. બાદમાં પતિએ વાત કરવાનું જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ કરશો, તો આખા ઘરને પતાવી દઇશ

તે બાદ રાત્રે પોણા બાર વાગ્યે અજીત રામચંદ્ર પટેલ અને તેમના ભત્રીજા વિવેક પટેલ અને કરણ પટેલએ ફરિયાદી પાસે આવીને ગાળો બોલી હતી. અને કહ્યું કે, મારૂ ઘર છે, અમે મનફાવે ફટાકડા ફોડીએ. બાદમાં ફરિયાદીને મોઢા પર ઝાપટ અને પગમાં લાતો મારી હતી. દરમિયાન ફરિયાદીના પતિ વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટના અંગે બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ફરિયાદી તથા તેમના પતિને છોડાવ્યા હતા. જતા જતા અજીત પટેલ કહેતા ગયા કે, જો તમે પોલીસ ફરિયાદ કરશો, તો આખા ઘરને પતાવી દઇશ.

Advertisement

ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

આખરે ઉપરોક્ત મામલે અજીત રામચંદ્ર પટેલ, વિવેક અતુલભાઇ પટેલ અને કરજમ અતુલભાઇ પટેલ (તમામ રહે. જુના પાનસરાવાડ, પાદરા ટાઉન, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે પૂર ઝડપે જતી કાર પલટી, નબીરાઓ સામે ફરિયાદ

Advertisement

Tags :
Advertisement

.