માત્ર એક શ્રીફળ અને લાકડાના પાટીયા પર બેસી આ વ્યક્તિ બોર કરવા માટેની યોગ્ય જમીન બતાવી આપે છે
અત્યારે ચારે તરફ બિલ્ડિંગો બની રહી છે.ખેતરો નષ્ટ થઇ રહ્યાં છે અને બિલ્ડિંગો બની રહી છે.એવામાં પાણીની સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડે છે.જો કે ઘણા વિસ્તારો પણ એવા હોય છે કે જ્યાં પાણીની અછત હોય છે.તેથી મોટા ભાગના લોકો બોર કરાવે છે.જેથી તેને તેના પુરતુ પાણી થઈ શકે.અત્યારે શહેર હોય કે ગામડુ દરેક જગ્યાએ બોર બનાવવામાં આવી રહ્યાં છે.એમાં પણ વાત ખેતરની આવે ત્યારે ખેડૂતોને પોતાના પાકની à
અત્યારે ચારે તરફ બિલ્ડિંગો બની રહી છે.ખેતરો નષ્ટ થઇ રહ્યાં છે અને બિલ્ડિંગો બની રહી છે.એવામાં પાણીની સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડે છે.જો કે ઘણા વિસ્તારો પણ એવા હોય છે કે જ્યાં પાણીની અછત હોય છે.તેથી મોટા ભાગના લોકો બોર કરાવે છે.જેથી તેને તેના પુરતુ પાણી થઈ શકે.
અત્યારે શહેર હોય કે ગામડુ દરેક જગ્યાએ બોર બનાવવામાં આવી રહ્યાં છે.એમાં પણ વાત ખેતરની આવે ત્યારે ખેડૂતોને પોતાના પાકની પુરતી ઉપજ મેળવવા માટે પાણીની ખાસ જરૂર હોય છે.એટલે જો તેના ખેતરમાં કુવો ન હોય અને માત્ર વરસાદી પાણી પર નિર્ભર રહેવાનું હોય તો ખેડૂતોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે મનુસખભાઈ નામના વ્યક્તિ પોતાની કોઠાસુઝથી જણાવે છે કે ખેતરમાં કઈ જગ્યા પાણી થશે અને કેટલુ પાણી થશે.કારણ કે જો આપણે બોર કરાવીએ અને પાણી ન થાય તો પણ મુશ્કેલી ઉભી થાય છે.ત્યારે આ મનુસખભાઈ જણાવે છે કે ક્યાં કેટલુ પાણી થશે.
મનુસખભાઈ માત્ર એક નારિયેળ અને લાકડાના પાટીયાની મદદથી જણાવે છે કે ખેતરના ક્યાં ભાગમાં જો બોર કરવામાં આવે તો પાણી થશે.તેઓ એક શ્રીફળને જમીન પર રાખે છે અને તેના પર પાટીયું રાખે છે. આ પાટીયા પર પોતે બેસીને ફરે છે અને તેના પરથી અનુમાન લગાવે છે.
મનસુખભાઈએ અત્યાર સુધીમાં જેટલી પણ જગ્યાએ બોર કરવામાં માટેની જગ્યા બતાવી છે.ત્યારે પુષ્કણ પ્રમાણમાં પાણી થયું જ છે.આમ હવે ખેડૂતો બોર કરતા પહેલા મનસુખભાઈનું માર્ગદર્શન ચોક્કસથી લે છે અને તેના જણાવ્યા મુજબ જ બોર કરાવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement