Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વરસાદી માહોલ વચ્ચે વધુ એક ભૂવો પડ્યો

VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (VADODARA) ના રોડ-રસ્તાઓ પર રેકોર્ડ બ્રેક ભૂવાઓ પડી રહ્યા છે. આ વચ્ચે સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના માર્ગે વધુ એક ભૂવો પડ્યાનું સામે આવ્યું છે. હાલા ભૂવા ફરતે આડશ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે....
vadodara   વરસાદી માહોલ વચ્ચે વધુ એક ભૂવો પડ્યો

VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (VADODARA) ના રોડ-રસ્તાઓ પર રેકોર્ડ બ્રેક ભૂવાઓ પડી રહ્યા છે. આ વચ્ચે સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના માર્ગે વધુ એક ભૂવો પડ્યાનું સામે આવ્યું છે. હાલા ભૂવા ફરતે આડશ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે.

Advertisement

મુખ્ય માર્ગ ઉપર વચ્ચોવચ એક ભૂવો પડ્યો

વડોદરાનો વિકાસ સ્માર્ટ સિટીની તર્જ પર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં ભૂવા પડવાનો આંક અડધી સદી નજીક પહોંચ્યો છે. તેવામાં વધુ એક ભૂવો પડ્યાનું સામે આવ્યું છે. આજે શહેરના સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચોવચ એક ભૂવો પડ્યો છે. રસ્તાની બરોબર મધ્યમાં ભૂવો નિર્માણ પામ્યો હોવાથી અકસ્માતનું જોખમ વધારે છે. જેથી આ ભૂવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે ઉઘાડી પડી ગઈ

એક પછી એક ભૂવા પડવા અથવાતો રોડનો ભાગ બેસી જવાની ઘટનાઓ સામે આવવાને પગલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે ઉઘાડી પડી ગઈ છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શરૂઆતથી જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો હતો. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ આજ દિન સુધી કામગીરી ધીમી ગતિએ જોવા મળી છે. આ ભૂવો હાલમાં તો નાનું સ્વરૂપ ધારણ કર્યું છે. પરંતુ જો વહેલી તકે આ ભુવો પુરવામાં નહીં આવે તો આ મોટું સ્વરૂપ ધારણ કરી લેશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વાહ ગુજરાત ! પહેલા કરોડોનો ગોટાળો હવે કલેકટરને ફાઈલ નથી મળતી

Advertisement
Tags :
Advertisement

.