હિંમતનગર નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા, તંત્ર ઘોર નિંદ્રામાં
સાબરકાંઠા જીલ્લાંમાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠ ને સીક્સ લેનમાં પરિવર્તિત કરાઈ રહ્યો છે પરંતુ ઠેર ઠેર ખાડાને લઈ હવે થીગડ થાગડ બની ગયો છે. જો તમે પુરપાટ રીતે કાર ચલાવતા હોય તો હાઇવે પર જરાક ધ્યાન રાખજો નહીતર જોખમ જરૂર સર્જાય તેમાં નવાઈ નહિ.
નેશનલ હાઇવે ફરી એકવાર થાગડ થીગડ ભર્યો
અતિશય ભંગાર બનેલા શામળાજી ચિલોડા નેશનલ હાઇવે ફરી એકવાર થાગડ થીગડ ભર્યો બન્યો છે, હાઇવે પર ઠેક ઠેકાણે ખાડાઓ પર થીગાડાંઓ ઉપસેલા દેખાવા લાગ્યા છે. મોતીપુરા ચોકડી હોય, સહકારી ચોકડી હોય ગાંભોઈ ચોકડી હોય જ્યા જુવો ત્યા ખાડાઓને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેને કારણે અત્યાર થી હાઇવે જોખમી પણ ભાસવા લાગ્યો છે, જો તમે શામળાજી ચિલોડા વચ્ચે પુરપાટ કાર લઇને ડ્રાઇવ કરતા હોય તો જરાક સંભાળીને જ વાહન હંકારજો નહી તો હાઇવે તમને દેખાય ગમે એટલો સુંદર પણ તમારા માટે જોખમી ખાડાઓ અને થીગડાં તમને પરેશાન જરૂર કરી મુકશે, એક તરફ ટોલ ટેક્સ ધરાવતો આ નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈ અનેક વાર ટ્રાફિક જામ તો અકસ્માતો ની પણ વણઝાર લાગે છે જેથી વાહનચાલકો પણ હાઇવેની કામગીરી પર શંકા કરવા લાગ્યા છે... ચોમાસામાં તો પાણી ભરાવાને લઈ અનેક વાહનો ખાડામાં ખાબકે છે અને વાહન સહિત ચાલકોને પણ નુકસાન થઈ રહ્યુ છે ત્યારે ક્યારે હાઈવે રીપેર થાય તેની પણ રાહ જોવાઈ રહી છે.
છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવે ૮ પર સીક્સ લેનનુ કામ ચાલી રહ્યુ છે જે મંદ ગતીએ
આમ તો નેશનલ હાઈવે પર થી રોજના ૮ હજારથી પણ વધુ વાહનો પસાર થાય છે અને આ ખાડામાં પડે છે જેના કારણે વાહનો ને પણ નુકશાન થાય છે... તો અકસ્માતો પણ સર્જાય છે, વાહનોના ટાયર ફુટે છે. વ્હીલપેટ નીકળી જાય છે. છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવે ૮ પર સીક્સ લેનનુ કામ ચાલી રહ્યુ છે જે મંદ ગતીએ ચાલી રહ્યુ છે.. વાહન ચાલકોના આક્ષેપ કરી રહ્યા છે કે અહિ સરકારી હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલ વઘુ આવેલ છે પરંતુ અહિ એમ્બુલન્સ ફસાવાના પણ બનાવો બને છે. જે વાહન ચાલકો દરરોજ અપડાઉન કરતા હોય છે તેમના વાહનોને વારંવાર રીપેરીંગ કે વ્હીલ બેલેન્સીંગ કરાવુ પડે છે તો અકસ્માતનો પણ ભય સતાવે છે.હાઈવે ની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જ્યા પુલનુ કામ બાકી છે ત્યા સર્વિસ રોડ કે હાઈવે પર વરસાદી પાણી ભરાય છે અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
વાહન ચાલકો હેરાન પરેશાન ; તંત્ર ઘોર નિંદ્રામાં
હાલ તો વાહન ચાલકો ટોલ ટેક્સ ભરીને પણ સારી સગવડ મળતી નથી જેથી રોષ જોવા મળ્યો છે તો આ ઉપરાંત ટ્રાફિકમાં ફસાવાને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે..શુ તંત્ર હજુ પણ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહી છે કે શુ એ પણ એક સવાલ ઉભો થયો છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી વાહન ચાલકો આ પરેશાની ભોગવી રહ્યા છે.
વાહન ચાલકો શું કહી રહ્યા છે
અમે અનેકવાર તંત્ર ને રજૂઆત કરી તેમ છતાં તંત્ર અમારું કઈ સાંભળવા તૈયાર નથી...અહીંયા રાજસ્થાન થી લોકો સારવાર માટે આવતા હોય છે તેવો ને હોસ્પિટલ પહોંચવા માટે કેટલીક વાર તો મોટી મોટી વાહનો ની લાઇનો નો પણ સામનો કરવો પડે છે પણ કોઈ નિરાકરણ નથી આવતું ખુલી લાઈનો હોવાને લઈને વાહન ચાલકો વરસાદી પાણીમાં ગરકાવ પણ થતાં હોય છે...જો ઝડપથી નિરાકરણ આવે તો લોકોને મોટી રાહત મળે તેમ છે
આપણ વાંચો -યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ખાનગી વાહનો લઈ જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્ણય