ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : માંડવીમાં રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહનોની લસરપટ્ટી

VADODARA : વડોદરા (VADODARA) ના માંડવી ચાર દરવાજા પાસે રેતી નાંખવા આવેલું ડમ્પર પરત ફરતે તેમાંથી ઓઇલ ઢળ્યું હતું. આ વિસ્તાર સામાન્ય દિવસોમાં લોકોથી ભરચક રહે છે. ગત રાતની ઘટનામાં ઢળેલા ઓઇલના કારણે રસ્તો ચીકણો થઇ જતા અનેક વાહનોએ લસરપટ્ટી...
01:18 PM Aug 08, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના માંડવી ચાર દરવાજા પાસે રેતી નાંખવા આવેલું ડમ્પર પરત ફરતે તેમાંથી ઓઇલ ઢળ્યું હતું. આ વિસ્તાર સામાન્ય દિવસોમાં લોકોથી ભરચક રહે છે. ગત રાતની ઘટનામાં ઢળેલા ઓઇલના કારણે રસ્તો ચીકણો થઇ જતા અનેક વાહનોએ લસરપટ્ટી ખાઇ સ્લીપ થઇ ગયા હતા. તે પૈકી કેટલાકને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ડમ્પર ચાલકને રોકવાના સ્થાનિકો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થઇ શકી ન્હતી.

બેરીકેટ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો

શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રીના સમયે ચાંપાનેર દરવાજા તરફથી ગેંડીગેટ દરવાજા તરફ એક ડમ્પર પસાર થયું હતું. ડમ્પરમાં ઓઇલ લીકેજ હોવાના કારણે સમગ્ર માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું. ઓઇલ લીક થતા રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર પાણી ઢોળાયું હોવાનું સમજી ટુ વ્હીલર વાહનચાલકો પસાર થતા જ સ્લીપ થઈને પડયા હતા. આશરે 30 થી 35 જેટલા વાહનચાલકો સ્લીપ થઈને પડતા અનેકને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે અંતે કેટલાક જાગૃત નાગરિકો અને પોલીસે જ્યાં જ્યાં ઓઇલ ઢોળાયું હતું ત્યાં બેરીકેટ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો હતો.

ફટાફટ નિકળી ગયો

સ્થાનિકે જણાવ્યું કે, માંડવી પાસે આવેલી લાઇબ્રેરી નજીક મોટું ડમ્પર આવ્યું હતું. તેમાંથી રેતી ભરેલી હતી. તે ખાલી કરીને તે નિકળ્યો હતો. ડમ્પરમાંથી ઓઇલ નિકળતું હતું. અમે તેને બુમો પાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ઉભો ન રહ્યો, અને ફટાફટ વાહન લઇને નિકળી ગયો હતો. ચોખંડી સુધી આ જ સ્થિતી છે. 25 - 30 જેટલા ટુવ્હીલર સ્લીપ ખાઇને પડી ગયા છે. બધાને અમે જ ઉપાડ્યા છે. એક નાના છોકરાને વધુ વાગતા 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે. બાળક તેની માતાાના હાથમાં હતો. વાહન સ્લીપ થવાતી માતા-પુત્ર બંને પડ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : સાવલીમાં રોડ પરના ખાડાને એક વર્ષ થતા કેક કાપી ચોકલેટ વહેંચી

Tags :
GOThurtmanyOiloverPeopleRoadSleepspillVadodaraVehicle
Next Article