Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : NDRF ની ટીમે સગર્ભાને ઉગારી, કડક હજારમાં છત નજીક પહોંચ્યું પાણી

VADODARA : વડોદરા (VADODARA) NDRFની ટીમે રાજ્યના ફાયર બ્રિગેડ સાથે મળીને વડોદરા શહેરના પૂરગ્રસ્ત સમા સાવલી વિસ્તારમાંથી એક સગર્ભા મહિલાને તેના પતિ સાથે બચાવી હતી. 06 BN NDRF, વડોદરા, ગુજરાત રાજ્ય ફાયર બ્રિગેડ સાથે મળીને વડોદરા શહેરના પૂરગ્રસ્ત સમા સાવલી...
vadodara   ndrf ની ટીમે સગર્ભાને ઉગારી  કડક હજારમાં છત નજીક પહોંચ્યું પાણી

VADODARA : વડોદરા (VADODARA) NDRFની ટીમે રાજ્યના ફાયર બ્રિગેડ સાથે મળીને વડોદરા શહેરના પૂરગ્રસ્ત સમા સાવલી વિસ્તારમાંથી એક સગર્ભા મહિલાને તેના પતિ સાથે બચાવી હતી. 06 BN NDRF, વડોદરા, ગુજરાત રાજ્ય ફાયર બ્રિગેડ સાથે મળીને વડોદરા શહેરના પૂરગ્રસ્ત સમા સાવલી વિસ્તારમાંથી તેના પતિ સાથે સગર્ભા મહિલાને બચાવી હતી.

Advertisement

પતિ સાથે ગર્ભવતી મહિલાને સલામત બહાર કાઢી હતી

વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી ગયેલી સગર્ભા મહિલા અંગે જિલ્લા વહીવટી તંત્રને માહિતી મળી હતી. તદનુસાર એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે હરણી સમા લિંક રોડ વિસ્તારમાં રાજ્ય ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી અને પતિ સાથે ગર્ભવતી મહિલાને સલામત બહાર કાઢી હતી. મળસ્કે એનડીઆરએફની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

જ્યાં પાણી ભરાતું ન્હતું, ત્યાં પણ પાણી ભરાઇ જવા પામ્યું

તો બીજી તરફ રાત્રે આજવા સરોવરના દરવાજા બંધ કરી દેવામાં આવતા રાહત થશે, તેવો અંદાજો લગાડવામાં આવતો હતો. પરંતુ પરિસ્થીતી વિપરીત થઇ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં પાણી ભરાતું ન્હતું, ત્યાં પણ પાણી ભરાઇ જવા પામ્યું છે. લોકોના ઘર સુધી પાણી પહોંચતા પાલિકાની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જવા પામી છે. વડોદરાના કડક બજાર વિસ્તારમાં તો દુકાનની છત સુધી પાણી પહોંચે તેવી દહેશત જોવા મળી રહી છે. વડોદરાના કડક માર્કેટમાં શાકભાજી, અને કરિયાણાના હોલસેલના વેપારીઓ મોટી સંખ્યામાં દુકાનો ધરાવે છે. શહેરની સ્થિતી સમય જતા સુધરવાની જગ્યાએ પડકારજનક થઇ રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ભારે વરસાદમાં 108 ને 285 કોલ મળ્યા, મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ

Tags :
Advertisement

.