Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નેશનલ હાઇ-વે પર ટ્રાફીક જામ, રસ્તા પરના ખાડા જવાબદાર

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે (AHMEDABAD - MUMBAI NATIONAL HIGHWAY) પર જાંબુઆ બ્રિજ પાસે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જ્યા છે. જો કે, આ દ્રશ્યો અવાર-નવાર સર્જાતા હોય છે. પરંતુ આજરોજ ટ્રાફીક જામ થવા પાછળનું કારણ રસ્તા...
02:02 PM Aug 09, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે (AHMEDABAD - MUMBAI NATIONAL HIGHWAY) પર જાંબુઆ બ્રિજ પાસે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જ્યા છે. જો કે, આ દ્રશ્યો અવાર-નવાર સર્જાતા હોય છે. પરંતુ આજરોજ ટ્રાફીક જામ થવા પાછળનું કારણ રસ્તા પરના ખાડા હોવાનું સામે આવ્યું છે. આશરે 4 કિમી લાંબો ટ્રાફીક જામ હોવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડા પુરવા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ વરસાદ ચાલુ હોવાના કારણે તેનું ધોવાણ થતું હોવાનું સામે આવ્યું છે.

ટ્રાફીક પોઇન્ટ આપવામાં આવે તેવી માંગ

અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે વડોદરા પાસેથી પસાર થાય છે. દરમિયાન વચ્ચે જાંબુઆ બ્રિજ આવે છે. આ બ્રિજ સાંકડો હોવાથી તેના પરથી પસાર થતા સાવચેતી રાખવી પડે તેમ છે. જેના કારણે વાહનોની ગતિ ધીમી પડે છે. જેથી ક્યારેક અહિંયા નાના-મોટા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે આજે વધુ એક વખત મોટો ટ્રાફીક જામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે હાઇવે ઓથોરીટી દ્વારા સ્થળ પર 24 કલાકનો ટ્રાફીક પોઇન્ટ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ટ્રાફીક નિયંત્રણમાં ફોન કરવા પડે

જાગૃત નાગરિક અજય પંચાલે જણાવ્યું કે, આ ટ્રાફીક જામની સમસ્યા છેલ્લા ચાર વર્ષથી છે. જ્યારે પણ ચોમાસું આવે છે, ત્યારે વરસાદના કારણે બ્રિજ પર ખાડા પડે છે. અને ટ્રાફીક જામ થાય છે. આ અંગે હાઇ-વે ઓથોરીટીને પત્ર અને ઇમેલ મારફતે જાણ કરવામાં આવી છે. સામે તેમનો જવાબ પણ આવ્યો છે. તેમણે કહ્યું કે, ટેન્ડર પાસ થઇ ગયા છે. પરંતુ કામ ક્યારે શરૂ થશે. ખાડા પડે છે. ટ્રાફીક મેનેજ કરવા માટે આપણે ટ્રાફીક નિયંત્રણમાં ફોન કરવા પડે. તેમની ગાડીઓ જલ્દી આવે નહી, સવારે જલ્દી ટ્રાફીક મેનેજ ન થાય અને સવારે જે લોકો નોકરી જાય છે, તે લોકોને ભારે હાલાકી પડી રહી છે. આપણો જાંબુઆ બ્રિજ શહેરને જોડે છે. પોર બાજુથી જે લોકો નોકરીએ જતા હોય છે, સુરત તરફ જતા અને પરત ફરતા તકલીફ પડી રહી છે.

ડામર અને પાણીને 36 નો આંકડો છે

વધુમાં ઉમેર્યું કે, બ્રિજનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. દિવાળી બાદ તેનું કામ શરૂ કરવામાં આવનાર છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલી રહી છે. તેઓ રોજ કામ કરે છે. વરસાદ પડે છે. ડામર અને પાણીને 36 નો આંકડો છે. આ બ્રિજનું કામ ઝડપથી શરૂ કરીને સત્વરે પૂર્ણ થવું જોઇએ. અહિંયા 24 કલાકનો ટ્રાફીક પોઇન્ટ આપવો જોઇએ. ટ્રાફીકમાં એમ્બ્યુલન્સ પણ ફસાય છે.

આ પણ વાંચો -- VADODARA : સુશેન પાસે ચાલુ વરસાદે ખાડા પુરાયા, મેયરે કહ્યું "જવાબ માંગીશુ"

Tags :
AngryhighwayHugejamLineNationalofPeopleTrafficVadodaraVehicles
Next Article