Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર વર્ગો શરૂ કરાયાનો આરોપ

VADODARA : વડોદરા (VADODARA) ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર ધો. 9 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ અગ્રણી દ્વારા લગાડવામાં આવ્યો છે. આ મામલે શાસનાધિકારીએ કહ્યું કે, સરકારમાં મંજુરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. હાલ...
vadodara   નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર વર્ગો શરૂ કરાયાનો આરોપ

VADODARA : વડોદરા (VADODARA) ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મંજુરી વગર ધો. 9 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ અગ્રણી દ્વારા લગાડવામાં આવ્યો છે. આ મામલે શાસનાધિકારીએ કહ્યું કે, સરકારમાં મંજુરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. હાલ શાળાઓમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેને લઇને હવે વિવાદનો મધપુડો છંછેડાયો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

શાસનાધિકારી અને ચેરમેને ધો. 9 ના 6 વર્ગો શરૂ કરી દીધા

સમગ્ર મામલે સામાજીક કાર્યકર જણાવે છે કે, ગુજરાતમાં માધ્યમિક વર્ગ ધો . 9 ની મંજુરી મેળવવા માટે અરજી કરવામાં આવી છે. દર વર્ષે 1500 - 2000 અરજીઓ આવતી હોય છે. તેવી જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 9 વર્ગ માટે અરજી કરી હતી. તેની કોઇ હીયરીંગ થયું નથી. સરકાર દ્વારા કોઇ પ્રવૃત્તિ થઇ નથી. તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને ચેરમેને ધો. 9 ના 6 વર્ગો શરૂ કરી દીધા છે. જે અમાન્ય ગણાય. ખાનગી શાળા દ્વારા આ રીતે કરવામાં આવે તો ડીઇઓ દ્વારા તુરંત વર્ગો બંધ કરવા માટે ઓર્ડર કરવામાં આવે છે. કારણકે સરકારની માન્યતા ન આવી હોય ત્યાં સુધી તમે શાળા શરૂ ન કરી શકો.

Advertisement

1500 - 2000 શાળાઓના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

વધુમાં તેમણે જણાવ્યું કે, મેં ચેરમેન અને શાસનાધિકારીને સવાર પુછ્યો કે, આ વર્ગો તમે કેવી રીતે શરૂ કર્યા ? તેમણે કહ્યું કે, મંજુરીની અપેક્ષાએ. વર્ગો શરૂ કરો અને કોઇ કારણોસર સરકાર મંજુરી ના આપે તો બાળકોનું શું ! આજે 300 જેટલા વિદ્યાર્થીઓ ધો. 9 માં એડમિશન લઇને બેઠા છે. મંજુરી માટેની અરજી બાદ શાળાના વર્ગો શરૂ કરી દેવામાં આવે તો રાજ્યભરના 1500 - 2000 શાળાઓના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય. મારી રજુઆત છે કે, આ રીતે ચાલતા અમાન્ય વર્ગો બંધ કરી દેવામાં આવે.

Advertisement

6 માધ્યમિક શાળાઓની મંજુરી માંગવામાં આવી છે

વડોદરા શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતાબેન પારઘી જણાવે છે કે, ગયા વર્ષે ચાર માધ્યમિક શાળાઓને મંજૂરી મળી અને ધો. 9 ના વર્ગો શરૂ થઇ ગયા હતા. આ વર્ષે તે જ શાળાઓમાં ધો. 10 ના વર્ગ ચાલુ થયા છે. અને બીજી 6 માધ્યમિક શાળાઓની મંજુરી માંગવામાં આવી છે. આપણી 6 શાળાઓની મંજુરીની પ્રક્રિયા ચાલી રહી છે. શાળાઓ ચાલુ થઇ ગઇ છે, તેમાં અંદાજીત 300 જેટલા વિદ્યાર્થીઓ થાય છે. ધો. 10 ના વર્ગોની મંજુરી પ્રક્રિયામાં છે. આપવી કે ન આપવી તે સરકાર નક્કી કરશે. એ બાબતે અત્યારે નથી મળી તેવું કઇ ન કહી શકીએ. મંજુરી ન મળી તો તે અંગેનો નિર્ણય સકરાર લેશે.

આ પણ વાંચો -- VADODARA : જાણીતી જગદીશ ફરસાણની મીઠાઇમાંથી માંખી નિકળી

Tags :
Advertisement

.