Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU ના VC સામે ફરિયાદ દાખલ કરાવવા ટીમ VCF મેદાને

VADODARA : અત્યાર સુધી એમ એસ યુનિ. (MSU - VADODARA) માં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન મામલે લડત આપતી વડોદરા સીટીઝન ફોરમના સભ્યો દ્વારા એકત્ર થઈ પોલીસ ભવન ખાતે વીસી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા ડીસીપીને અરજી આપી હતી. આમ, યુનિ.ના વીસી...
vadodara   msu ના vc સામે ફરિયાદ દાખલ કરાવવા ટીમ vcf મેદાને

VADODARA : અત્યાર સુધી એમ એસ યુનિ. (MSU - VADODARA) માં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન મામલે લડત આપતી વડોદરા સીટીઝન ફોરમના સભ્યો દ્વારા એકત્ર થઈ પોલીસ ભવન ખાતે વીસી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવા ડીસીપીને અરજી આપી હતી. આમ, યુનિ.ના વીસી વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે વધુ એક વખત અરજી કરવામાં આવી છે.

Advertisement

પ્રતિનિધિ મંડળ ડીસીપીને મળ્યું

તાજેતરમાં વડોદરા પેરેન્ટ્સ એસોશિયેસન (VADODARA PARENTS ASSOCIATION) ના પ્રમુખ એડવોકેટ કિશોર પિલ્લાઇ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. અને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે યુનિ.માં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન મામલે લડત આપતા વડોદરા સીટીઝન ફોરમના સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ડીસીપી જુલી કોઠીયાને મળ્યું હતું. અને આ અંગેની રજુઆત કરતું આવેદન પત્ર સુપરત કર્યું હતું.

ખોટો બાયોડેટા ઉભો કર્યો

અરજીમાં કરેલા આરોપો અનુસાર, એમ એસ યુનિ.ના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવના બાયોડેટા જેતે સમયે જ્યારે યુનિવર્સીટી સર્ચ કમિટી વીસીની નિમણુંક માટે સર્ચ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી, તેમાં ખોટા અને બનાવટી દસ્તાવેજો ઉભા કરીને તે અંગેની જાણકારી હોવા છતાં તેને સાચા માનીને ખોટાને સાચા તરીકે રજૂ કર્યા તે એક મોટો ગુનો છે. જે છળ, કપટ અને છેતરપિંડીના ગુનામાં આવે કારણ કે, યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે 10 વર્ષનો અનુભવ પ્રોફેસર તરીકે વીસી બનવા માટે ફરજિયાત છે. લાયકાત ના હોવા છતાં પ્રો.શ્રીવાસ્તવે પોતાનો અનુભવ બાયોડેટાની અંદર ખોટી રીતે કામધેનુ યુનિવર્સીટીની અંદર અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સીટીની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવી તેની જે હકીકતો જાહેર કરી એ અમારી તપાસમાં ખોટું નીકળ્યું છે. ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એ ફરજ બજાવતા હતા. પણ એમના જે કાર્યકાળમાં ફરજ બજાવી એ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર પ્રોફેસર તરીકેની બતાવીને 10 વર્ષના જે યુજીસીના ગાઈડલાઈનના આધીન બનવા માટે ખોટો બાયોડેટા ઉભો કરીને એના ઉપરથી આ વીસીની નોકરી મેળવી છે.

Advertisement

લડતને પરિણામ સુધી લઇ જવા કટિબદ્ધ

વીસીએફના સભ્યએ જણાવ્યું કે, એકદમ ઊંડાણમાં જઈને એની તપાસ કરીને જે કઈ હકીકતો અમે આક્ષેપ કર્યા છે એની અંદર ચકાસણી કરીને એની અંદર ગુનો બને છે. જેથી વીસી પર ગુનો દાખલ કરી પગલાં ભરવા અમારી માંગણી છે. અને જો કદાચ પોલીસ તરફથી આ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે કોર્ટમાં પણ જઈશું. અને એની અંદર અમારી જે લડત છે તેને પરિણામ સુધી લઈ જઈશું.

આ પણ વાંચો -- VADODARA : ફરજમાં "મનમાની" કરતા 9 શિક્ષકો સામે કડક કાર્યવાહીની તૈયારી

Advertisement

Tags :
Advertisement

.