VADODARA : MSU માં "પુષ્પારાજ" ડામવા પોલીસ કામે લાગી
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) માં તાજેતરમાં ચંદનના ઝાડની ચોરી (SANDALWOOD TREE THEFT - VADODARA) અને ત્યાર બાદ વધુ ઝાડની ચોરીના પ્રયાસની ઘટનાઓ સામે આવી હતી. યુનિ. સત્તાધીશો દ્વારા વિજીલન્સના નામે સિક્યોરીટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાંય ચંદનના ઝાડની ચોરી અટકાવી શકાઇ નથી. આ ઘટનાઓ સામે આવ્યા બાદ હવે ચંદનચોરોના પુષ્પારાજને ડામવા માટે વડોદરાના ત્રણ પોલીસ મથક (VADODARA POLICE) તથા પોલીસની વિવિધ બ્રાન્ચો દ્વારા યુનિ. કેમ્પસની મુલાકાત લેવામાં આવી હતી. સાથે જ જરૂરી માહિતી એકત્ર કરવાની સાથે યુનિ. કેમ્પસમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. જેના કારણે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ ટાળી શકાય તેવી તમામને આશા છે.
આબરુનું ધોવાણ પણ થયું
વડોદરાની વિશ્વવિખ્યાત યુનિ.માં અસંખ્ય ચંદનના ઝાડ આવેલા છે. હાલમાં ચંદન ચોરી પર બનેલી પુષ્પા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ત્યારે યુનિ.માં પુષ્પા રૂપી તસ્કરો યુનિ. કેમ્પસમાં પેંધા પડ્યા હતા. અને પ્રથમ ઘટનામાં ચંદનના બે ઝાડની ચોરી અને બીજી ઘટનામાં ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે યુનિ. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલી સિક્યોરીટી સામે સવાલો ઉઠવા પામ્યા હતા, અને તેની આબરુનું ધોવાણ પણ થયું હતું. ત્યારે ચંદનચોરોને ડામવા માટે હવે વડોદરા પોલીસ અને તેની વિવિધ બ્રાન્ચો સામે આવી છે. આજે તમામે યુનિ.ની મુલાકાત લઇને જરૂરી માહિતી મેળવી હતી.
અધિકારીઓને સાથે રાખીને રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું
સયાજીગંજના પીઆઇએ મીડિયાને જણાવ્યું કે, ડીસીપી ઝોન - 1 ની સુચનાથી મહારાજા સયાજીરાવ યુનિ.માં સીસીટીવી કેમેરા, કેટલા ચાલુ-બંધ, કયા પોઇન્ટ પર સિક્ટોરીટી ગાર્ડ છે, ચંદન ચોરીની ઘટના તથા ચોરીના પ્રયાસની ઘટના ક્યાં બની હતી, તથા યુનિ. સંકુલમાં કેટલા ચંદનના ઝાડ આવેલા છે. આ બધી માહિતી ફતેગંજ, સયાજીગંજ, છાણી પોલીસ તથા વિવિધ બ્રાન્ચના અધિકારીઓને સાથે રાખીને રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે. અને યુનિ.ના સિક્ટોરીટી પોઇન્ટ્સની ચકાસણી કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : વર્ષના અંતિમ દિવસે MSU ની કોન્વોકેશન સેરેમની યોજાશે