VADODARA : MSU માં દિવાળી વેકેશન જેવું લાગતું જ નથી
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) માં હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે આમ તો વિદ્યાર્થીઓને રજા છે, તેમ છતાં કોમર્સ ફેકલ્ટી (COMMERCE FACULTY - MSU VADODARA) માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. જેનું કારણ પાછલા વર્ષની માર્કશીટનું વિતરણ છે. યુનિ.માં દિવાળી વેકેશન સમયે મોડે મોડે માર્કશીટનું વિતરણકાર્ય શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. કોમર્સ ફેકલ્ટીના ચારેય યુનિટ ખાતે 9 નવે. સુધી અલગ અલગ વર્ષની માર્કશીટનુંં વિતરણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ વેકેશન છોડીને યુનિ. દોડી આવ્યા
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. અનેક કારણોસર ચર્ચામાં રહે છે. ત્યારે હાલ દિવાળી વેકેશન સમયે યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં માર્કશીટનું વિતરણ કાર્ય મોડે મોડે શરૂ કરવામાં આવ્યું છે. એક વર્ષથી વધુ લાંબા સમયના અંતરાલ બાદ માર્કશીટનું વિતરણ થઇ રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ વેકેશન છોડીને યુનિ. દોડી આવ્યા છે. અને માર્કશીટ વિતરણ કેન્દ્ર પર વિદ્યાર્થીઓની મોટી કતારો જોવા મળી રહી છે.
એડમિનીસ્ટ્રેશનના કારણે વિદ્યાર્થીઓએ વેઠવું પડી રહ્યું છે
મહારાજા સયાજીરાવ યુનિ.માં છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાના પરિણામો અને માર્કશીટનું વિતરણ કાર્ય વિલંબમાં ચાલી રહ્યું છે. આ અંગે વિદ્યાર્થીો સંગઠનો દ્વારા અનેક વખત અનેક સ્તર પર રજુઆતો છતાં પણ આ સમસ્યાનું કોઇ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. આમ, એડમિનીસ્ટ્રેશનના કારણે વિદ્યાર્થીઓએ વેઠવું પડી રહ્યું છે. હાલ યુનિ.માં કોમર્સ ફેકલ્ટીના દ્વિતિય વર્ષના વિદ્યાર્થીઓ માટે માર્કશીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. દિવાળી વેકેશન ખુલ્યા બાદ પણ આ વિતરણકાર્ય ચાલુ રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : શહેરની દિવ્યાંગ દિકરીને PM મોદીનો સ્નેહસભર પત્ર