Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : MSU ગર્લ્સ હોસ્ટેલમાં 10 થી વધુ વિદ્યાર્થીનીઓ પાણી-મચ્છરજન્ય બિમારીનો શિકાર

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) ની ગર્લ્સ હોસ્ટેલમાં બિન આરોગ્યપ્રદ વાતાવરણ હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 10 થી વધુ વિદ્યાર્થીનીઓ પાણી અને મચ્છરજન્ય રોગોનો શિકાર થતા દોડધામ મચી જવા પામી...
09:39 AM Aug 09, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) ની ગર્લ્સ હોસ્ટેલમાં બિન આરોગ્યપ્રદ વાતાવરણ હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 10 થી વધુ વિદ્યાર્થીનીઓ પાણી અને મચ્છરજન્ય રોગોનો શિકાર થતા દોડધામ મચી જવા પામી છે. ઘટના બાદ હરકતમાં આવેલા સત્તાધીશો દ્વારા ફોગીંગ સહિતના પગલાં ભરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓમાં ચર્ચા છે કે, ચોમાસામાં ફોગીંગ સહિતના પગલાં પહેલા જ લીધા હોત તો આજે 10 થી વધુ વિદ્યાર્થીનીઓને બિમારીનો શિકાર બનાવાતા અટકાવી શકાઇ હોત.

તકેદારીના પગલા લેવાયા

વડોદરામાં ચોમાસુ જામી રહ્યું છે. તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છર જન્ય બિમારીના શિકાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. આ સ્થિતી વચ્ચે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પણ તેમાંથી બાકાત નથી. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 10 થી વધુ વિદ્યાર્થીનીઓ પાણીજન્ય અને મચ્છર જન્ય બિમારીના શિકાર થઇ હોવાનું અને હાલ સારવાર લઇ રહી હોવાનું સપાટી પર આવ્યું છે. આ વાત સત્તાધીશો સુધી પહોંચતા જ તાત્કાલીક તેઓ હરકતમાં આવ્યા છે. અને ફોગીંગ સહિતના તકેદારીની પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અણિયારા સવાલોનો ગણગણાટ

આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ બિમારીનો શિકાર બને, તે પહેલા તંત્ર દ્વારા કેમ કોઇ પગલાં લેવામાં ન આવ્યા, તંત્રની બેદરકારીનો ભોગ કેટલી વિદ્યાર્થીનીઓ હજી બનશે, તેવા અણિયારા સવાલોનો ગણગણાટ વિદ્યાર્થીનીઓમાં જોવા મળી રહ્યો છે. જો કે, બીજી તરફ સત્તાધીશોએ તકેદારીના પગલાં લેવાનું શરૂ કરતા વિદ્યાર્થીનીઓની સાથે તેમના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : નવી કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાં પાણી ટપક્યું, ફાઇલોના પોટલા લોબીમાં મુકાયા

Tags :
bornDiseasegirlsHostelmosquitoMsuonraiseVadodarawater
Next Article