VADODARA : MSU અને BCA વચ્ચે બે વર્ષ પહેલા પડેલી દરાર સાંધવાની તૈયારી
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) અને બરોડા ક્રિકેટ એસોસિયેશન (BARODA CRICKET ASSOCIATION) વચ્ચેની બે વર્ષ જુની દરાર સંધાવવા જઇ રહી હોવાના એંધાણ સામે આવી રહ્યા છે. પહેલા ડીએન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડની જાળવણી બીસીએ દ્વારા કરવામાં આવતી હતી. બે વર્ષ પહેલા ફ્લડ લાઇટ તથા અન્યય સુવિધા ઉભી કરવાની જવાબદારી મામલે બંને સંસ્થાઓ વચ્ચે ફાટ પડી હતી. બાદમાં યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડની જવાબદારીમાંથી બીસીએએ મુક્તિ લઇ લીધી હતી. હવે ફરી ગ્રાઉન્ડની જવાબદારી બીસીએને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જેના સુખદ પરિણામો ટુંકા ગાળામાં જ આપણી સમક્ષ હશે, તેવું જાણવા મળી રહ્યું છે.
બેઠક વ્યવસ્થા અને ફ્લડ લાઇટની વ્યવસ્થા કરવાની જવાબદારી નાંખતા બંને વચ્ચે દરાર
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને બરોડા ક્રિકેટ એસો. વચ્ચે ફરી એક વખત એમઓયુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ડી. એન. હોલ ક્રિકેટ ગ્રાઉન્ડની જાળવણીમાં યુનિ.તંત્ર ઉણું ઉતરતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ બીસીએ દ્વારા આ હોલની જાળવણી કરવામાં આવતી હતી. તેની સાથે ગ્રાઉન્ડની જાવળણી કરવી, મેચનું મેનેજમેન્ટ, વિદ્યાર્થીઓની ટ્રેઇનીંગ સહિતના મુદ્દે તેમના દ્વારા કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે યુનિ. દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા અને ફ્લડ લાઇટની વ્યવસ્થા કરવાની જવાબદારી નાંખતા બંને વચ્ચે દરાર પડી હતી. અને બીસીએ પોતાની જવાબદારીમાંથી ખસી ગયું હતું.
યુનિ. સત્તાધીશોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે
યુનિ. વીસીના અકડ વલણના કારણે આ દરાર પડી હતી. ત્યાર બાદથી યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડની જાળવણી યોગ્ય રીતે થઇ શકી નથી. જેથી તેનો ખાસ કોઇ ઉપયોગ પણ થઇ રહ્યો નથી. આ સ્થિતી ધીરે ધીરે બગડી રહી હોવાના કારણે હવે યુનિ. સત્તાધીશોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ટુંક સમયમાં તેના સુખદ પરિણામો આપણી સમક્ષ આવી શકે છે. વિતેલા બે વર્ષ દરમિયાન યુનિ.ના વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવા-શીખવા મામલે અન્યાય થઇ રહ્યો હોવાનું વિદ્યાર્થી નેતાનું મીડિયાને કહેવું છે.
આ પણ વાંચો -- VADODARA : Hotel Legend ના આઇસ્ક્રીમ ફ્રીજમાં જીવડાનું રાજ