ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : મકરપુરા GIDC ના ઉદ્યોગકારો લડી લેવાના મુડમાં, અસુવિધાથી ત્રસ્ત

VADODARA : કરોડો રૂપિયાનો ટેક્સ ભરપાઇ કરવા છતાં સુવિધાના નામે મીંડુ મળતા હવે ઉદ્યોગારોના સબરનો બંધ તુટ્યો છે. અને લડત આપવા તૈયાર થયા છે
03:03 PM Nov 30, 2024 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : વડોદરા (VADODARA) ની મકરપુરા જીઆઇડીસી (MAKARPURA GIDC - VADODARA) ના ઉદ્યોગકારો અસુવિધાથી ત્રસ્ત થતા આખરે લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે. કરોડો રૂપિયાનો ટેક્સ ભરપાઇ કરવા છતાં સુવિધાના નામે મીંડુ મળતા હવે ઉદ્યોગારોના સબરનો બંધ તુટ્યો છે. અને લડત આપવા તૈયાર થયા છે. ઉદ્યોગકારો રોડ, ગટર, લાઇટ, સ્વચ્છતા અને ગેરકારયદેસર દબાણો દુર કરવા માટે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા, અને પાણીને લઇને મુશ્કેલી

વડોદરા શહેર તથા જિલ્લામાં મોટી ઓદ્યોગિક વસાહતો આવેલી છે. આ વસાહતોમાં કાર્યરત એકમો દ્વારા સરકારને વિવિધ ટેક્સરૂપી રકમ ચુકવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના જુના અને જાણીતા મકરપુરા જીઆઇડીસીના ઉદ્યોગકારો હવે અસુવિધાઓથી ત્રસ્ત થયા છે. દરેક ઉદ્યોગ માટે મહત્વના પરિબળ ગણાતા રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા, અને પાણીને લઇને તમામ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આ સમસ્યાઓ ઉકેલવા માટે લાંબા સમયથી પ્રયત્નો કરવામાં આવ્યા છતાંય કોઇ ઉકેલ નહીં આવતા હવે બધાય એકત્ર થઇને લડી લેવાના મુડમાં લાગી રહ્યા છે.

માત્ર 4 મીટર જેટલો જ ઉપયોગ કરી શકાય તેટલો બચ્યો

સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે, મરકપુરા જીઆઇડીસીના એકમો દર વર્ષે રૂ. 35 કરોડથી વધુ વેરો સરકારને ચૂકવે છે. છતાં કોઇ સુવિધાઓ આપવામાં આવતી નથી. આ અંગે સરકારમાં વારંવાર રજૂઆત છતાં તેનો કોઇ નિવેડો આવતો નથી. ગેરકાયદેસર દબાણના કારણે 9 મીટરનો રોડ માત્ર 4 મીટર જેટલો જ ઉપયોગ કરી શકાય તેટલો બચ્યો છે. સાથે જ આડેધડ પાર્કિંગના કારણે મુશ્કેલીમાં વધારો થાય છે. આટઆટલી સમસ્યા છતાંય તેનો ઉકેલ લાવવાવાળું કોઇ નથી.

સમસ્યા વિતેલા 30 વર્ષથી જોવા મળી રહી છે

વધુમાં જણાવ્યું કે, આ લડાઇ ઉદ્યોગકારોના હકની લડાઇ છે. આ સમસ્યા વિતેલા 30 વર્ષથી જોવા મળી રહી છે. હવે ઉદ્યોગકારો આ મામલે ખુલીને સામે આવતા તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : હાય રે બેદરકારી, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા પાલિકાના જીમને તાળા

Tags :
accessBasicBusinessfacefacilitiesGIDChousemakarpuranototroubleVadodara