ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : L&T સર્કલ પાસે મીની બસ ગરકાવ થાય તેટલો મોટો ભૂવો પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના એલ એન્ટ ટી સર્કલ પાસે વર્ષનો સૌથી મોટો ભૂવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આખી મીની બસ ભૂવામાં ગરકાવ થઇ જાય તેટલો મોટો ભૂવો છે. આ ભૂવો ગત રાત્રે પડ્યો છે. મોટો ભૂવો પડવાના કારણે...
09:18 AM Jul 25, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના એલ એન્ટ ટી સર્કલ પાસે વર્ષનો સૌથી મોટો ભૂવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આખી મીની બસ ભૂવામાં ગરકાવ થઇ જાય તેટલો મોટો ભૂવો છે. આ ભૂવો ગત રાત્રે પડ્યો છે. મોટો ભૂવો પડવાના કારણે તાત્કાલીક તેના ફરતે આડાશ કરી દેવામાં આવી હતી. ગતરોજ ભારે વરસાદમાં આ જગ્યા સહિત આસપાસ અનેક જગ્યાોએ પાણી ભરાયા હતા. વરસાદના પાણી ઓસરતા ભૂવો પડ્યાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ગતરાત્રે સલાટવાડા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન જારી રહ્યું હતું.

રોડ બનાવવાની કામગીરીમાં પોલંપોલ ખુલ્લી પડી

વડોદરામાં વિતેલા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી હતી. ત્યારે શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે પણ પાણી ભરાયા હતા. જો કે, વરસાદી પાણી સાંજ સુધીમાં ઓસરી ગયા હતા. તે બાદ એલ એન્ડ ટી સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો હતો. આખે મીની બસ સમાઇ જાય તેટલા મોટા ભૂવાની ફરતે રાત્રે જ આડાશ કરી દેવામાં આવી હતી. ભૂવો પડવાના કારણે પાલિકાની રોડ બનાવવાની કામગીરીમાં પોલંપોલ ખુલ્લી પડી જવા પામી હતી. તો બીજી તરફ ભૂવા નજીક આવેલી નિર્માણાધીન સાઇટ અર્થ યુફોરીયાને અડીને આવેલી દિવાલ પણ પડી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનીની માહિતી હજીસુધી સામે આવી નથી.

મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન જારી

ગતરાત્રે વરસતા વરસાદમાં શહેરના સલાટવાડા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન જારી રહ્યું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. વડોદરામાં પહેલા જ વરસાદમાં તંત્રની તૈયારીઓનું પાણી મપાઇ ગયું હતું.

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીનું જળ સ્તર 26 ફૂટ પહોંચ્યુ, કાલાઘોડા બ્રિજ પર પોલીસનો પહેરો

Tags :
aftercircleGujaratHugeL&TMonsoonpotholeRainVadodara
Next Article