VADODARA : લવજેહાદના કિસ્સામાં વિદેશથી ફંડ મળ્યું હોવાની આશંકા
VADODARA : તાજેતરમાં વડોદરાના બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION - VADODARA) માં ડિવોર્સી મહિલાને મોહસિને મનોજ બનીને ફસાવી હતી. ત્યાર બાદ તેની ઓળખ થતા તેણે મહિલા અને તેના સંતાનો પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આખરે મામલો બાપોદ પોલીસ મથક પહોંચતા પોલીસે ફરિયાદ બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપી ધર્મ પરિવર્તન માટે વિદેશમાંથી ફંડ મેળવતો હોવાની આશંકા સહિતના પાસાઓને ધ્યાને રાખીને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. (LOVE JIHAD CASE - VADODARA)
અન્ય મહિલાઓ પણ મોહસિનની પ્રેમ જાળમાં ફસાઇ હોઇ શકે છે
આરોપી મોહસિન પઠાણની ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરી છે. અને તેને કોર્ટમાં રજુ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ખાસ કરીને ધર્મ પરિવર્તન માટે વિદેશથી ફંડીંગ સહિતના પાસાઓને ધ્યાને રાખીને તેની પુછપરછ કરવામાં આવશે. આ સાથે મોહસિનના હાથમાં એક હિંદુ યુવતિના નામનું ટેટું છે. પરંતુ તે અંગે કોઇ માહિતી મળી શકી નથી. પોલીસ તપાસમાં તેમ પણ જાણવા મળ્યું છે કે, અનેક અન્ય મહિલાઓ પણ મોહસિનની પ્રેમ જાળમાં ફસાઇ હોઇ શકે છે. મોહસિન રેલવેમાં કામ કરવાની સાથે ઇવેન્ટનું કામ પણ કરતો હતો. ઇવેન્ટમાં આવતી જરૂરિયાતમંદ પરિવારની છોકરી-મહિલાઓને તે જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરતો હોવાની આશંકા આ તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોહસિન ચાર મોબાઇલ નંબર વાપરતો હતો
આ સાથે જ મોહસિનને વિદેશમાંથી ફંડ મળી રહ્યું છે કે કેમ, સહિતના સવાલોના જવાબ મેળવવા માટે પણ પોલીસે કમર કસી લીધી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે, મોહસિન ચાર મોબાઇલ નંબર વાપરતો હતો. તેના થકી તે અલગ અલગ મહિલાઓના સંપર્કમાંં રહેતો હોવાની આશંકા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ મોહસિન પાસેથી કઇ કઇ વિગતો બહાર કઢાવી શકે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ પણ વાંચો --- VADODARA : "સમાધાન કરી લેજે, બાકી...", કહી પરિવારને ધમકી