Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેરના જ યુવકોને AMC ના જેકેટ પહેરાવીને સફાઇ કામ કરાવ્યાનો આરોપ

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરતા શહેરને સ્વચ્છ કરવા માટે વડોદરામાં અન્ય શહેરોમાંથી સફાઇ કર્માચારીની ટીમો ઉતારવામાં આવી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકતે AMC ના જેકેટ પહેરીને સફાઇ કરતા યુવકો મુળ વડોદરાના જ...
vadodara   શહેરના જ યુવકોને amc ના જેકેટ પહેરાવીને સફાઇ કામ કરાવ્યાનો આરોપ

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરતા શહેરને સ્વચ્છ કરવા માટે વડોદરામાં અન્ય શહેરોમાંથી સફાઇ કર્માચારીની ટીમો ઉતારવામાં આવી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકતે AMC ના જેકેટ પહેરીને સફાઇ કરતા યુવકો મુળ વડોદરાના જ છે. તેમને રોજમદાર તરીકે કામ પર કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવ્યા હોવાનું તેઓ મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. એટલું જ નહિ પણ તેમણે અત્યાર સુધીના કરેલા કામ સામે મહેંતાણું પણ ચુકવવામાં આવ્યું નથી. જેથી આ યુવકોના વ્હારે સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસ આવ્યા છે.

Advertisement

આજે આ મામલે નવો જ વળાંક સામે આવ્યો

વડોદરા ઐતિહાસીક પૂરની સ્થિતીમાંથી બહાર નિકળી રહ્યું છે. તેમાં મદદરૂપ થવા માટે અને જરૂરી માર્ગદર્શન આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગતરોજ વડોદરા આવ્યા હતા. અને તેમણે વધુ ટીમો મુકીને પૂરની તમામ કામગીરી ઝડપભેર કરવા માટેની તૈયારીઓ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ગતરોજ વડોદરામાં અમદાવાદ અને સુરતથી ટીમો આવી હોવાનું ખુદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ આજે આ મામલે નવો જ વળાંક સામે આવ્યો છે. વડોદરા પાલિકામાં ગતરોજથી સફાઇનું કામ કરતા કેટલાક યુવકો મુળ વડોદરાના જ છે. તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું જેકેટ પહેરાવી દેવામાં આવ્યું હોવાનો દાવો યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહિ તેમણે કરેલા કામનું મહેતાણું પણ ચૂકવવામાં આવ્યું નથી.

સવારે 6 વાગ્યાથી અમે પાણી પીધા વગર કામ કરી રહ્યા છે

એએમસીના જેકેટ પહેરીને કામ કરતા યુવકો સર્વેએ મીડિયાને જણાવ્યું કે, અમને કામ મળશે તેમ કહીને બોલાવ્યા હતા. 150 લોકોને આર રીતે મુકવામાં આવ્યા છે. અમને રૂ. 500 સાથે રોજગાર આપવા જણાવ્યું હતુ. અમને એએમસીના કોન્ટ્રાક્ટ અંગે જાણ ન્હતી. સવારે 6 વાગ્યાથી અમે પાણી પીધા વગર કામ કરી રહ્યા છે. પરશુરામ ભઠ્ઠામાં ભારે ગંદકીમાં અમે કામ કર્યું છે. અમને વડોદરા પર ગર્વ છે. અમને બહારનું પહેરાવાની કામ ન કરાવો. અમારા જેવા કેટલાય રખડી રહ્યા છે. લોકોએ અમારા ફોટો-વીડિયો જોઇને પુછે છે કે, તમે વડોદરાના થઇને એએમસીનું જેકેટ કેમ પહેર્યું ! અમે જાહેર તો કરી દીધું, કાલે અમને નોકરી નહી મળે તેની બીક લાગી રહી છે.

Advertisement

મને જોતા જ કોન્ટ્રાક્ટર ભાગી ગયો

યુવાનોની વ્હારે વડોદરાના સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, વડોદરાના તંત્રને જનતા જોઇ જ રહી છે. શહેરમાં બહારથી આવેલા સફાઇ કર્મચારીઓને જમવાનું ન મળ્યું હોવાનું જાણતા અમે અહીંયા આવ્યા હતા. ત્યારે જાણ્યું કે, અમદાવાદ પાલિકાનું જેકેટ પહેરીને કામ કરતા યુવાનો તો વડોદરાના છે. મને જોતા જ કોન્ટ્રાક્ટર ભાગી ગયો. કોન્ટ્રાક્ટરના માણસને પુછ્યું કે, આ લોકોને પ્રતિવ્યક્તિ કેટલા રૂપીયા આપશે. તેણે કહ્યું રૂ. 3 હજાર. પરંતું યુવાનોને તેમાંથી માત્ર રૂ. 500 જ મળવાના છે. વચ્ચેના પૈસા કોણ ખાશે ! આવા 300 યુવાનો છે.

આ પણ વાંચો -- VADODARA : શહેરમાં જળ સંકટ વચ્ચે વિદેશી નાગરિકોની બુલડોઝર સવારી

Advertisement

Tags :
Advertisement

.