VADODARA : પ્રથમ ઇન્ટરનેશનલ મેચના બંદોબસ્તમાં 400 પોલીસ જવાનો તૈનાત રહેશે
VADODARA : વડોદરાના કોટંબી સ્ટેડિયમ (KOTAMBI INTERNATIONAL CRICKET STADIUM - VADODARA) માં પ્રથમ વખત ઇન્ટરનેશનલ મેચ રવિવારે રમાવવા જઇ રહી છે. તે પહેલા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે બીસીએના પ્રેસીડેન્ટ તથા અન્ય મુલાકાતે ગયા હતા. બાદમાં એક પછી એક સુચન પ્રમાણે કામો કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ મેચ દરમિયાન સુરક્ષામાં 400 પોલીસ જવાનો તૈનાત રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસ સાથે બોમ્બ સ્કવોર્ડ અને બોમ્બસ્કવોર્ડમાં પણ જોડાશે. મેચ પૂર્વે ડોગ-બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
મેચને લઇને જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પ્રથણ વખત ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારથી શરૂ થનાર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચને લઇને જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન 400 જેટલા પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત રહેશે. આ સાથે જ વીઆઇપી મુવમેન્ટ અથવા તો મેચના 1 કલાક પૂર્વે ક્રિકેટ સ્ટેડિયમની ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે. આ સાથે બીસીએની પોતાની સિક્યોરીટીના જવાનો પણ તૈનાત રહેશે.
2.50 લાખ ચોરસ ફૂટ જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા કરાઇ
મેચના અનુસંધાને બીસીસીઆઇ દ્વારા અગાઉ 7 પાના ભરીને 50 જેટલા સૂચનો મોકલવામાં આવ્યા હતા. જેમાં પાર્કિંગ, સિક્યોરીટી, ક્રિકેટીંગ એરીયા તથા અન્ય મુદ્દાઓનો સમાવેશ થતો હતો. તે પૈકીના મોટાભાગના સૂચનો પર કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ સાથે જ બીસીએ દ્વારા વાહન પાર્કિંગને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેદાન પાસે 2.50 લાખ ચોરસ ફૂટ જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 1 હજાર વાહનો પાર્ક કરી શકાશે. દર્શકોએ મોબાઇલ એપમાં જ ડિજિટલ ટિકીટ બતાવવી પડશે. પ્રિન્ટેડ કોપીને માન્ય રાખવામાં નહીં આવે તેવું સુત્રોનું કહેવું છે.
આ પણ વાંચો -- VADODARA : BMW હિટ એન્ડ રન કેસમાં 33 માં દિવસે કાર કબ્જે, FSL તપાસ કરાશે