VADODARA : એક્ટિવિસ્ટને ત્રાસ આપનાર માનેલી પુત્રી-માતાને શોધવા ટીમો કામે લાગી
VADODARA : ત્રણ દિવસ પૂર્વે વડોદરાના જાણીતા કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મૂરજાણીએ પોતાની રિવોલ્વર વડે લમણે ગોળી મારીને મોત વ્હાલુ કર્યાની ચકચારી ઘટના સામે આવી હતી. અંતિમ પગલું ભરતા પહેલા પી. મૂરજાણી દ્વારા એક મોટો મેસેજ મોબાઇલમાં ટાઇપ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની માનેલી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીત સિકલીગર દ્વારા ભયંકર ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદથી માનેલી પુત્રી અને તેની માતા ફરાર છે. પી. મૂરજાણીના આપઘાત સમયે માનેલી પુત્રી અને માતા અમદાવાદમાં હોવાનું લોકેશન પોલીસને મળ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે વિવિધ ટીમો બનાવીને ફરાર પુત્રી-માતા સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.
ઘટના સમયે બંને પુત્રી અને માતાનું મોબાઇલ લોકેશન અમદાવાદ હતું
વડોદરામાં લોકોને પોતાનો હક અપાવવા માટે લડત આપતા પી. મૂરજાણીએ જીવન ટુંકાવ્યાની ઘટનાઓ ચકચાર મચાવી દીધો છે. અંતિમ પગલું ભરતા પહેલા તેમણે લખેલા સંદેશોમાં માનેલી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા દ્વારા તેમને અતિશય ત્રાસ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. આ ઘટના બાદથી કોમલ સિકલીગર અને તેની માતા ફરાર છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે બંને પુત્રી અને માતાનું મોબાઇલ લોકેશન અમદાવાદનું હોવાનું જાણવા મળ્યું છે. બંનેની ભાળ મેળવવા પોલીસે અલગ અલગ ટીમો દોડાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો એકત્ર કરાઇ
આ સાથે પોલીસ દ્વારા માનેલી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો પણ એકત્ર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેએ અત્યાર સુધી કેટલા પૈસા પડાવ્યા સહિતની મહત્વની વિગતો એકત્ર કરવામાં પણ પોલીસની ટીમ જોડાઇ છે. ચકચારી ઘટના બાદ કેટલા સમયમાં પોલીસ અંતિમ ચીઠ્ઠીમાં જેમના ત્રાસનો ઉલ્લેખ છે તેવા માનેલી પુત્રી અને તેની માતા સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાંથી બાળશ્રમિકોને મુક્ત કરાવાયા