Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તળાવમાં ખાબકેલી કારનું હાઇડ્રાની મદદથી રેસ્ક્યૂ, શખ્સ લાપતા

VADODARA : આજે સવારે વડોદારા (VADODARA) ના વાઘોડિયામાં આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકી હતી. આ કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સવારે ઘટનાની જાણ થતા જ સરપંચ સહિતના તમામ દોડી આવ્યા હતા. અને બચાવકામગીરી શરૂ કરી હતી. દરમિયાન...
vadodara   તળાવમાં ખાબકેલી કારનું હાઇડ્રાની મદદથી રેસ્ક્યૂ  શખ્સ લાપતા

VADODARA : આજે સવારે વડોદારા (VADODARA) ના વાઘોડિયામાં આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકી હતી. આ કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સવારે ઘટનાની જાણ થતા જ સરપંચ સહિતના તમામ દોડી આવ્યા હતા. અને બચાવકામગીરી શરૂ કરી હતી. દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સવારે 7 વાગ્યે ફાયરની ટીમો દ્વારા રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 7 કલાક બાદ બપોરના પોણા ત્રણ વાગ્યે કારને હાઇડ્રા મશીન મારફતે રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી છે. હાલ કારમાંથી કોઇ પણ વ્યક્તિ મળી આવ્યો નથી. હવે લાશ્કરો દ્વારા શખ્સની શોધખોળ કરવામાં આવનાર છે. કારમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા સામે આવવા પામી નથી.

Advertisement

શખ્સ બચાવવા માટેની બુમો પાડતો હતો

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી ખટંબા તળાવમાં આજે મળસ્કે કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં બંને તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને જોનાર સ્થાનિકે મીડિયાને કહ્યું કે, એક શખ્સ બચાવવા માટેની બુમો પાડતો હતો. પરંતુ કંઇ કરી શકાય તે પહેલા જ કાર ગરકાવ થઇ ગઇ હતી.

Advertisement

કારને મોટું નુકશાન પહોંચ્યું

ફાયર સુત્રોના જણાવ્યા અનુસાર, સવારે 7 વાગ્યે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સમય જતા એનડીઆરએફના જવાનો પણ જોડાયા હતા. કારને શોધી તેને બહાર કાઢવા માટે હુક લગાડવા ડીપ ડાઇવર ઉતારવામાં આવ્યા હતા. બાદમાં તેને બાદમાં હાઇડ્રા મશીનની મદદથી 7 કલાકની ભારે મહેનત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી છે. કારને બહાર કાઢતા તેમાં મોટું નુકશાન પહોંચ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.

પાણીમાં વધુ એક વખત તપાસ કરવાની તૈયારીઓ

આ ઘટનામાં કારની આગળનો કાચ તુટી ગયો હતો. આ કાર જીજે 23, આણંદ પાર્સીંગની છે. હાલ કારને પાણીમાંથી બહાર કાઢીને પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કારમાંથી કોઇ શખ્સ મળી ન આવતા ફાયરના લાશ્કરો દ્વારા પાણીમાં વધુ એક વખત તપાસ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. કારના ડ્રાઇવર સાઇડના દરવાજાનું લોક ખુલ્લુ હોવાથી દુર્ઘટના સમયે કારમાં એક જ શખ્સ હાજર હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાટા પરથી ટ્રેનના ડબ્બા ઉતરતા ફસાયેલા મુસાફરો સલામત પરત ફર્યા

Tags :
Advertisement

.