VADODARA : કમાટીબાગની જોય ટ્રેન શરૂ, 5 મહિનાની આતુરતાનો અંત
VADODARA : વડોદરા (VADODARA) માં આવેલા અને મધ્યગુજરાતમાં જાણીતા કમાટીબાગની જોય ટ્રેનનું સહેલાણીઓમાં પહેલાથી જ આકર્ષણનું કેન્દ્ર છે. રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા સહિત રાજ્યભરમાં ફન પાર્ક તથા એક્ટીવીટી બંધ કરી દેવામાં આવી હતી. તે પૈકી એક વડોદરાના કમાટીબાગની જોય ટ્રેન હતી. આખરે પાંચ મહિના બાદ જોય ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલા જ દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ આનંદ માણવા પહોંચ્યા હતા.
કમાટીબાગની જોય ટ્રેનને લીલી ઝંડી મળતા જ તે ઉપડી
મે મહિનામાં રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે ગેમઝોન, ફન એક્ટીવીટી પર રોક લગાડી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા સેફ્ટી અંગેનું નવું નોટીફીકેશન બહાર પાડ્યું હતું. ત્યાર બાદ ગેમ ઝોન, ફન પાર્ક તથા અન્ય દ્વારા તે નોટીફીકેશન પ્રમાણેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ તૈયારીઓ પૂર્ણ થઇ જતા વિવિધ વિભાગો દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને તેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને જે સંતોષકારક જણાતા મંજુરી આપવામાં આવી હતી. અગાઉ શહેર પોલીસ કમિશનર દ્વારા પાંચ જેટલા ગેમ ઝોનને મંજુરી આપવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં કમાટીબાગની જોય ટ્રેનને લીલી ઝંડી મળતા જ તે ઉપડી હતી. આમ, લોકોની પાંચ મહિનાથી વધુ સમયની આતુરતાનો અંત આવ્યો હતો.
ટ્રેન બંધ રહેતા સંસ્થા પર ફિક્સ ખર્ચનું ભારણ વધી ગયું
જોય ટ્રેનનો આનંદ માણવા પહોંચેલા સહેલાણીએ મીડિયાને જણાવ્યું કે, અમે લાંબા સમય બાદ કમાટીબાગની જોય ટ્રેનમાં ફર્યા છીએ. અમને અને અમારા બાળકોને ખુબ મજા આવી છે. તો બીજી તરફ જોય ટ્રેનના સંચાલકનું કહેવું છે કે, જોય ટ્રેન બંધ રહેતા સંસ્થા પર ફિક્સ ખર્ચનું ભારણ વધી ગયું છે. જેથી પાલિકા દ્વારા સંચાલકોને રાહત આપવા માટે વિચારવું જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : જાણીતા એક્ટિવિસ્ટએ લમણે ગોળી મારી જીવન ટુંકાવ્યું, વાંચો અંતિમ સંદેશ
આ પણ વાંચો -- VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી IIM-A માંથી શીખ્યા નેતૃત્વના પાઠ