ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જાણીતી જગદીશ ફરસાણની મીઠાઇમાંથી માંખી નિકળી

VADODARA : વડોદરા (VADODARA) માં શ્રી જગદીશ ફરસાણ અને સ્વીટ (JAGDISH FARSAN AND SWEETS) ની રેલવે સ્ટેશન સામે આવેલી શોપમાંથી ખરીદેલી મીઠાઇમાં માખી નિકળતા ચકચાર મચી જવા પામી છે. સમયાંતરે શહેરની રેસ્ટોરેન્ટ-ફરસાણની શોપમાંથી ખાદ્ય પદાર્થોમાંથી કંઇકને કંઇક નિકળવાની ઘટના આવતી...
09:25 AM Aug 07, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં શ્રી જગદીશ ફરસાણ અને સ્વીટ (JAGDISH FARSAN AND SWEETS) ની રેલવે સ્ટેશન સામે આવેલી શોપમાંથી ખરીદેલી મીઠાઇમાં માખી નિકળતા ચકચાર મચી જવા પામી છે. સમયાંતરે શહેરની રેસ્ટોરેન્ટ-ફરસાણની શોપમાંથી ખાદ્ય પદાર્થોમાંથી કંઇકને કંઇક નિકળવાની ઘટના આવતી રહે છે. જેના કારણે પાલિકાની (VMC - VADODARA) ખોરાક શાખાનો ડર ઓસરી રહ્યો હોવાનું અને ખાદ્ય પદાર્થો વેચનારા વિક્રેતાઓ મનમાની ચલાવતા હોવાનું ફલિત થવા પામ્યું છે. અગાઉ પણ સ્ટેશન વિસ્તારમાં આવેલી જગદીશ ફરસાણમાંથી ખરીદેલા પેકેટમાંની ભાખરવડીમાં ફૂગ નિકળી હોવાનું સામે આવ્યું હતું.

ગ્રાહકે હલવાસન મીઠાઇ ખરીદી

વડોદરામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ બેફામ બન્યા હોવાની સાબિતી આપતી ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી રહી છે. હાલ પવિત્ર શ્રાવણ માસ સાથે તહેવારોની મોસમ ખીલી છે. તાજેતરમાં 10 દિવસ માટે ભક્તોના ત્યાં આતિથ્ય માણવા દશામાંનું આગમન થયું છે. ત્યારે મીઠાઇની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આ માંગ સામે વેપારીઓ દ્વારા મીઠાઇની બનાવટમાં નિષ્કાળજી છતી કરે તેવી ઘટના સામે આવી છે. વડોદરામાં જગદીશ ફરસાણ અને સ્વીટ નામથી અનેક શોપ ધમધમી રહી છે. તાજેતરમાં જગદીશ ફરસાણ નામની રેલવે સ્ટેશન સામે આવેલી ઇસ્કોન જનમહેલમાં આવેલી શોપમાંથી ગ્રાહકે હલવાસન મીઠાઇ ખરીદી હતી.

સેમ્પલ લેવામાં આવ્યા

આ મીઠાઇમાંથી પહેલો જ ટુકડો તોડીતા તેમાંથી મરેલી માંખી ધ્યાને આવી હતી. પાલિકાના સિક્યોરીટી ગાર્ડ દ્વારા આ મીઠાઇ ખરીદવામાં આવી હોવાનું હાલ તબક્કે સામે આવી રહ્યું છે. આ ઘટના સપાટી પર આવતા વધુ એક વિક્રેતાની બેદરકારી છતી થવા પામી છે. તો બીજી તરફ આ ઘટના સપાટી પર આવ્યા બાદ પાલિકાની ટીમો દ્વારા સ્થળ પર ચેકીંગ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આગામી તહેવારોને ધ્યાને રાખીને પાલિકાની ટીમોએ આ પ્રકારની બેદરકારી દાખવતા વિક્રેતાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : HR મેનેજરની ધુલાઇ, કર્મીઓએ કહ્યું, "જેલનો ડર નથી"

Tags :
byCustomerfarshanfoundininsectjagdishPurchaseshopsweetVadodara
Next Article