ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે - હર્ષ સંઘવી

VADODARA : વડોદરા (VADODARA) માં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHAVI) મુલાકાતે આવ્યા છે. તેઓ પ્રથમ કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા છે. અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી છે. કાર્યાલયના ઉદ્ધાટન...
07:21 PM Jul 19, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHAVI) મુલાકાતે આવ્યા છે. તેઓ પ્રથમ કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા છે. અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી છે. કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા વ્યાજખોરો સામેની મુહીમ તથા લવ જેહાદ મામલે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને પોલીસની કામગીરી લોકો સમક્ષ મુકી છે.

રાજનૈતિક નહી સેવાકીય કાર્યાલય બને

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કોર્પોરેટર કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું કે, મહાવીરસિંહ અને તેમના સૌ સાથીઓને કાર્યાલયની રીબીન કાપતા કહ્યું કે, આ કાર્યાલયના માધ્યમથી રાજનૈતિક નહી પણ સેવાકીય કાર્યાલય કેવી રીતે બને તે માટે આપ સૌ કોર્પોરેટરોને હું શુભકામનાઓ આપું છું.

એક એક લોકોને શોધીને તેમની મદદ કરવામાં આવી રહી છે

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરના નાના-નાના પ્રશ્નો માટે દર અઠવાડિયે નગરજનો અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. આવનાર દિવસમાં અનેક મહત્વના પ્રોજેક્ટ સરકાર દ્વારા ભેંટ આપવામાં આવશે. નગરજનો ઓળખીતાઓ પાસેથી રકમ વ્યાજે લે છે, ત્યારે તેમના પરિચીતો દ્વારા મજબુરીનો ફાયદો ઉઠાવીને કોરા ચેક, દસ્તાવેજ, માતાઓના મંગળસુત્ર ગીરવા મુકી રાખે છે. ગત વર્ષે મોટી સંખ્યામાં વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવીને સરકારની સ્વનિધિ યોજનાની લોન અપાવીને લોકોનું જીવન સારી રીતે જીવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પણ આવા એક એક લોકોને શોધીને તેમની મદદ કરવામાં આવી રહી છે. આ પ્રકારની કોઇ પણ ઘટના આપસૌના ધ્યાનમાં આવે તો ચિંતા કર્યા વગર, લોકો શું વિચારશે તેની ચિંતા કર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા પ્રતિનિધિઓને મળીને વ્યાજખોરો સામે ફરિયાદ કરીને, તમે અને તમારો પરિવાર સુરક્ષિત થાઓ.

કોઇની ચિંતા કર્યા વગર પોલીસનો સંપર્ક કરો

વધુમાં તેમણે ઉમેર્યું કે, વડોદરાની ભોલીભાલી દિકરીઓને સલીમ સુરેશ બનીને પ્રેમ કરીને પ્રેમના નામને બદનામ કરવાવાળા એક એક લોકોને પકડવાની કામગીરી ચાલી રહી છે. પ્રેમ એક પવિત્ર શબ્દ, સંબંધ અને આત્મીયતા છે. પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી છે. મારી સૌ માતા-પિતાઓને બે હાથ જોડીને વિનંતી છે. આ પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં આવે તો સમાજની ચિંતા મનમાંથી બહાર કાઢી લો. સમાજ જાણે છે કે ભોલીભાલી દિકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય છે. એવું કોઇ પણ વ્યક્તિ, પરિવાર હોય, જો આ પ્રકારની ઘટના બની, અને તેમને માહિતી મળે, કોઇની ચિંતા કર્યા વગર પોલીસનો તાત્કાલીક સંપર્ક કરો. આખા પરિવારનુ જીવન બચાવવાની કામગીરી આપણે સૌએ સાથે મળીને કરવાની છે. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા રોકવાનું છે અને લોકોના જીવન બરબાદ થતા રોકવાની કામગીરી આપણે સૌએ કરવાની છે.

સંબંધને બદનામ થતા રોકવાની મુહીમ

આખરમાં તેમણે ઉમેર્યું કે, 45 દિવસમાં કચ્છના 6 લવજેહાદના કેસ પકડીને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેમાં તો ચાર બાળકીઓ સગીર હતી. 18 વર્ષની ઉંમર પણ થઇ ન્હતી. આવી બાળકીઓ જોડે જે પ્રકારે ષડયંત્ર કરવામાં આવ્યું તેવા તમામને પકડી પાડવામાં આવ્યા અને દિકરીઓને પરિવારને સોંપવામાં આવી. મારી આપ સૌને વિનંતી છે કે, આ સંબંધ આ દિશામાં જતા દિકરીઓને રોકવાની જવાબદારી આપણી છે. તેને સમજ આપવી પડશે. અને તે સમજ થકી પ્રેમના શબ્દ અને વ્યવહારને આત્મીયતાના સંબંધને બદનામ થતા રોકવાની મુહીમ આપણે આગળ લઇ જવી પડશે.

આ પણ વાંચો -- VADODARA : રીવર્સ લેતા કાર બાઇકને અથાડી સીનસપાટા કરનાર મહિલા સામે ફરિયાદ

Tags :
andAwareGujaratharshhomejihadlenderloveMinistermoneyofoverPeopleprivatesanghaviVadodaravisit
Next Article