VADODARA : હિટ એન્ડ રન કેસની કાર ભયાનક ડેમેજ થતા RTO નો અભિપ્રાય મેળવવો મુશ્કેલ
VADODARA : હોલીકા દહનની રાત્રે નબીરા રક્ષિચ ચૌરસિયાની કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મૃત્યું થયું છે, ત્યારે અન્ય 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં કારના એન્જિનના ભાગનો ખુરદો બોલી ગયો હતો. તાજેતરમાં આ કારને ડિટેઇલ્ડ ઇન્વેસ્ટીગેશન માટે આરટીઓની કચેરીએ લઇ જવામાં આવી હતી. જ્યાં કારની સ્થિતી જોતા આરટીઓ અભિપ્રાય નહીં આપી શકી હોવાનું સામે આવ્યું છે. આરટીઓ પણ કારની ખામી અંગે કંઇ જણાવી શક્યા ન્હતા. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (HIT AND RUN CASE FURTHER INVESTIGATION UNDERWAY - VADODARA)
તેની સાથે ગંભીર ગુનામાં સામેલ 4 અન્ય આરોપી છે
બીજી તરફ રક્ષિત ચૌરસિયાના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. રક્ષિતને વડોદરાની સેન્ટ્રલ જેલમાં સેમી હાઇ સિક્યોરીટી બેરેકમાં રાખવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ યાર્ડ - 12 ની સેમી હાઇ સિક્યોરીટી બેરેક છે. તેની સાથે ગંભીર ગુનામાં સામેલ 4 અન્ય આરોપી છે. રક્ષિતને બહારથી અથવા ઘરેથી જમવાનું લેવા-લઇ જવાની મંજુરી નથી. તેને જેલનું જ જમવાનું આપવામાં આવી રહ્યું છે. આરોપીને સતત 24 / 7 સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યો છે.
કાર બેકાબુ બનતા રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી
સુત્રોએ ઉમેર્યું કે, હિટ એન્ડ રનની ઘટનાના અઢી મહિના પહેલા રક્ષિતે શહેરના સેવાસી વિસ્તારમાં બેફામ કાર હાંકી હતી. એક તબક્કે કાર બેકાબુ બનતા રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. જો કે, તે સમયે આવી બેદરકારી અંગે કોઇ કાર્યવાહી થઇ ન્હતી. એક પછી એક રક્ષિતના કારનામા સામે આવી રહ્યા છે. આગામી કોર્ટ કાર્યવાહીમાં હિટ એન્ડ રન કેસની સુનવણીમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો --- પંકજ ત્રિવેદી મર્ડર કેસમાં Super IPS જેવો વટ ધરાવતા અંગત મદદનીશની Ahmedabad Police બેડામાં ભારે ચર્ચા