VADODARA : ઐતિહાસીક ધરોહરમાં ઉમેરાયું ડાયનેમીક ફસાડ લાઇટીંગનું આકર્ષણ
VADODARA : વડોદરા પાસે ભવ્ય ઐતિહાસીક વારસો છે. જેનું જતન કરવા અને તેને ખીલવવા માટે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ દ્વારા ખુબ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં ઐતિહાસીક લાલ કોર્ટના સંકુલમાં ડાયનેમીક ફસાડ લાઇટીંગનું આકર્ષણ ઉમેરાયું છે. જેને પગલે તેની સુંદરતામાં વધારો જોવા મળી રહ્યો છે. રાતના સમયે આ સ્થળ લોકોને આકર્ષાશે તેવું મનાઇ રહ્યું છે. (HISTORIC LAL COURT ADDED WITH FACADE LIGHTING - VADODARA)
ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખનો ખર્ચ કરાયો
ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ દ્વારા વડોદરાની ઐતિસાહીક ધરોહરનું જતન અને તેની ભવ્યતા ખીલવવા માટે અનેક પ્રસાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. સિટીના સુરસાગર પાસેના ચોક્કસ વિસ્તારના હેરીટેજ સ્કવેર બનાવવાની નેમ તેમણે લીધી છે. દરમિયાન તાજેતરમાં લાલકોર્ટને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખના ખર્ચે ડાયનેમીક ફસાડ લાઇટીંગથી તેનું સુશોભન કરવામાં આવ્યું છે. જેને તાજેતરમાં ધારાસભ્ય, મેયર તથા પાલિકાના પદાધિકારીઓની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
શહેરીજનો દુર દુરથી દોડી આવે તો નવાઇ નહીં
આ ફસાડ લાઇટીંગથી દુરથી જ તે નજરે ચઢી આવે છે. રંગબેરંગી ફસાડ લાઇટીંગના કારણે લોકોમાં ઉત્સુકતા જાગે તેમ છે. આવનાર સમયમાં આ લાઈટીંગ સાથેની ઇમારત જોવા શહેરીજનો દુર દુરથી દોડી આવે તો નવાઇ નહીં. લાલ કોર્ટની બાજુમાં જ સુરસાગર આવેલું છે. સુરસાગર ફરતે બેસવા, ખાણી-પીણી માટે અનેક લોકો આવતા હોય છે. આવનાર સમયમાં અહિંયા આવતા લોકોની સંખ્યામાં વધારો થશે. અને હેરીટેજ સ્કવેર બનાવવાની દિશામાં આ પ્રથમ પગલું ભરાઇ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : રક્ષિતકાંડમાં મિત્ર પ્રાંશુ ચૌહાણને કોર્ટમાંથી મોટી રાહત મળી