ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : હરણી બોટકાંડમાં મૃતકના નિવાસ સ્થાને "ભાઇબીજ" ઉજવતા ભાજપના કોર્પોરેટર

VADODARA : દિપાવલી પર્વ અંતર્ગત ભાઇબીજની ઉજવણી કરવા માટે ભાજપના કોર્પોરેટર આશિષ જોષી હરણી બોટકાંડમાં મૃતકના નિવાસ સ્થાને પહોંચ્યા હતા
08:45 AM Nov 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : જાન્યુઆરી - 2024 માં વડોદરા (VADODARA) માં હરણી બોટકાંડ દુર્ઘટના (HARNI LAKE ACCIDENT - VADODARA) સર્જાઇ હતી. જેમાં શાળાના 12 બાળકો સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં મૃતકના પરિવાર પ્રત્યે ભાજના વોર્ડ નં - 15 ના એક કોર્પોરેટર સતત સંવેદના દાખવી રહ્યા છે. તાજેતરમાં ભાઇબીજ નિમિત્તે ભાજપના કોર્પોરેટર પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે મૃતકની માતાને પોતાની બહેન ગણી છે, અને તેમણે તેમની જોડે ભાઇબીજ (BHAI DOOJ) પર્વની ઉજવણી કરી છે. હાલ હરણી બોટકાંડનો મામલે ગુજરાત હાઇકોર્ટ (GUJARAT HIGH COURT) માં સુનવણી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં જવાબદાર મોટાભાગના આરોપીઓ જામીન પર બહાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હાલ મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે

વડોદરાના હરણી તળાવમાં શાળાના પ્રવાસે વિદ્યાર્થીઓ નૌકાવિહાર કરવા માટે આવ્યા હતા. નૌકાવિહાર કરતા સમયે બોટ પલટી ખાઇ જતા 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં પોતાનું સંતાન ગુમાવનારા માતા-પિતા આજે પણ તેની યાદમાં રડી પડે છે. હાલ આ મામલામાં સંડોવાયેલા મોટાભાગના આરોપીઓ જામીન પર બહાર છે. અને હાલ મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે દિપાવલી પર્વ અંતર્ગત ભાઇબીજ (BHAI DOOJ) ની ઉજવણી કરવા માટે ભાજપના કોર્પોરેટર આશિષ જોષી હરણી બોટકાંડમાં મૃતકના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

સરલા સિંધેએ આશિષ જોષીની આરતી ઉતારી, તિલક કર્યું

હરણી બોટકાંડમાં મૃતકો પૈકી એક વિદ્યાર્થી રોશન સિંધે હતો. તાજેતરમાં ભાઇબીજ પર્વની ઉજવણી કરવા માટે ભાજપના કોર્પોરેટર આશિષ જોષી તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં મૃતકની માતા સરલા સિંધેએ આશિષ જોષીની આરતી ઉતારી, તેમને તિલક કર્યું હતું. અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ આશિષ જોષીએ તેમને પર્વ નિમિત્તે મીઠાઇ તથા ભેંટ આપી હતી.

તેઓ પાર્ટીમાં કેટલાકની નજરમાં અળખામણાં બન્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના કોર્પોરેટર આશિષ જોષી શરૂઆતથી જ હરણી બોટકાંડ વિરૂદ્ધમાં આક્રમક બનીને અવાજ ઉઠાવી રહ્યા છે. પાલિકાની સભામાં ઉગ્ર રજુઆત હોય કે પછી મૃતકોના પરિવાર જોડે સતત ઉભા રહીને ટેકો આપવાનો હોય, તમામ જગ્યાએ કોર્પોરેટર આશિષ જોષીએ પોતાની ફરજ સમજીને જવાબદારી નિભાવી છે. જેના કારણે તેઓ પાર્ટીમાં કેટલાકની નજરમાં અળખામણાં પણ બન્યા છે. પરંતુ તેમણે તે વાતની દરકાર રાખી નથી.

આ પણ વાંચો -- VADODARA : પોલો ગ્રાઉન્ડ નજીકની સોસાયટીમાં તસ્કરોના આંટાફેરાએ ચિંતા વધારી

Tags :
AccidentbhaidoojBJPcasecelebrateCorporatorfamilyHARNIlakeVadodaravictimwith
Next Article