Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં આજે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવશે, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

દેશમાં 21મી મે એટલે કે આજે આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે આ દિવસ કોરોના વાયરસની મહામારી વચ્ચે મનાવવામાં આવી રહ્યો છે. જોકે, એ વાત પણ સાચી કે કોરોનાના કેસ ઓછા થઇ ગયા છે. દર વર્ષે 21 મેના રોજ ઉજવવામાં આવતો આતંકવાદ વિરોધી દિવસ પર યુવાનો સહિત સમાજના અન્ય વર્ગોને આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા અપાવવામાં આવે છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર, પોલીસ અને સુરક્ષા દળોની મ
દેશમાં આજે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવશે  જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
દેશમાં 21મી મે એટલે કે આજે આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે આ દિવસ કોરોના વાયરસની મહામારી વચ્ચે મનાવવામાં આવી રહ્યો છે. જોકે, એ વાત પણ સાચી કે કોરોનાના કેસ ઓછા થઇ ગયા છે. 
દર વર્ષે 21 મેના રોજ ઉજવવામાં આવતો આતંકવાદ વિરોધી દિવસ પર યુવાનો સહિત સમાજના અન્ય વર્ગોને આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા અપાવવામાં આવે છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર, પોલીસ અને સુરક્ષા દળોની મદદથી આતંકવાદી ગતિવિધિઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગૃહ મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યોને પત્ર જારી કર્યો છે અને આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી અંગેની માહિતી પણ જારી કરી છે. મહત્વનું છે કે, ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ ઘણા પગલા લીધા છે. 
કેમ મનાવવામાં આવે છે આતંકવાદ વિરોધી દિવસ?
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ શ્રીપેરુમ્બુદુર, તમિલનાડુમાં હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધી જ્યારે રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક મહિલા પોતાના શરીર પર વિસ્ફોટકો લઈને આવી હતી. જેવી તે રાજીવ ગાંધીના પગને સ્પર્શ કરવા માટે નીચે નમી તે તુરંત જ જોરદાર વિસ્ફોટ થયો અને તેમાં રાજીવ ગાંધી સહિત લગભગ 25 લોકોના મોત થયા. રિપોર્ટ અનુસાર માનવ બોમ્બના રૂપમાં આવેલી આ મહિલા આતંકી સંગઠન LTTE સાથે સંબંધિત હતી. તેમની હત્યા બાદ જ 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ દિવસનું શું છે મહત્વ?
ભારતમાં દર વર્ષે 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. આતંકવાદ અને લોકો અને રાષ્ટ્ર પર તેની અસરો વિશે જાગૃતિ લાવવા માટે પણ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉપયોગ આતંકવાદના તમામ પીડિતો અને તેમના પરિવારોને યાદ કરવા માટે પણ કરવામાં આવે છે. ભારત 2001ના સંસદ હુમલાના પીડિતોને યાદ કરવા અને આતંકવાદ સામે લડવા માટે ફરી એક થવા માટે ઉજવણી કરે છે. આ દિવસ આતંકવાદ-વિરોધી સહકાર અને તમામ હિતધારકો વચ્ચે સંકલનના મહત્વ પર પ્રતિબિંબિત કરવાની તક પણ છે.
આતંકવાદ વિરોધી કાર્યક્રમોનું આયોજન
આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે ચર્ચા, લેખન, ચિત્રકામ સહિતના વિવિધ આતંકવાદ વિરોધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સાથે શાળા, કોલેજથી લઈને સરકારી અને ખાનગી ઓફિસોમાં આતંકવાદના વિરોધમાં શપથ લેવડાવવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.