Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હરણી બોટકાંડના પીડિત પરિવારો ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને મળ્યા

VADODARA : જાન્યુઆરી - 2024 માં વડોદરા (VADODARA) ના હરણી તળાવમાં બોટ દુર્ઘટ (HARNI BOAT ACCIDENT) ના સર્જાઇ હતી. તેમાં 12 બાળકો અને 2 શિક્ષકો મળીને 14 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે પણ આ મામલે મોટા અધિકારીઓ બહાર ખુલ્લે...
vadodara   હરણી બોટકાંડના પીડિત પરિવારો ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને મળ્યા

VADODARA : જાન્યુઆરી - 2024 માં વડોદરા (VADODARA) ના હરણી તળાવમાં બોટ દુર્ઘટ (HARNI BOAT ACCIDENT) ના સર્જાઇ હતી. તેમાં 12 બાળકો અને 2 શિક્ષકો મળીને 14 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે પણ આ મામલે મોટા અધિકારીઓ બહાર ખુલ્લે આમ ફરી રહ્યા છે. હરણી બોટકાંડમાં જવાબદાર મોટા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ લઇને આજે પીડિત પરિવારો રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગૃહમંત્રી દ્વારા પરિવારોની વેદના સાંભળીને તેમને ત્રણ દિવસ બાદ મળવા માટેનું વચન આપવામાં આવ્યું છે. હર્ષભાઇ સંઘવી સાથેની મુલાકાત બાદ પીડિત પરિવારો સંતુષ્ટ હોવાનું જણાવી રહ્યા છે.

Advertisement

ગૃહમંત્રીએ તેમની વાત શાંતિથી સાંભળી

વડોદરામાં જાન્યુઆરી માસમાં હરણી બોટકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં 14 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાનો મામલો હાલ કોર્ટમાં છે. ત્યારે આજે પૂરમાંથી શહેરને બહાર લાવવા અને વિવિધ તબકાના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા આવી પહોંચ્યા હતા. દરમિયાન તેમને સર્કિટ હાઉસમાં મળવા માટે હરણી બોટકાંડના પીડિત પરિવારો પહોંચ્યા હતા. પ્રથમ પરિવારોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને મુલાકાત માટે જવા દેવામાં આવ્યા હતા. જ્યાં ગૃહમંત્રીએ તેમની વાત શાંતિથી સાંભળી હતી, અને ત્રણ દિવસ બાદ ફરી મળવાની તૈયારી દર્શાવી હતી.

સુચનાનું પરિણામ આવે તે માટે વાલીઓને ફરી એક વખત મળવાના છે

મુલાકાત અંગે સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, ગૃહમંત્રીએ પહેલા જ દિવસથી જણાવ્યું છે કે તેઓ સરકાર તરફથી જે કંઇ (હરણીબોટ કાંડ) બન્યું છે તેમાં નક્કર સ્ટેન્ડ લીધું છે. અને તેમની સાથે જ છે. આજે તેમની લાગણી વ્યક્ત કરી, તેમાં તેમણે સાંભળ્યા અને તેમના પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે તે માટે અધિકારીઓને સુચના આપી છે. અને ફરી જ્યારે તબક્કાવાર સુચનાનું પરિણામ આવે તે માટે વાલીઓને ફરી એક વખત મળવાના છે. પીડિત પરિવારો કોઇ પણ રજુઆત કરવા માંગતા હોય, તે સંદર્ભે ત્યાં સુધી કીધું કે, મારા ઘરના દરવાજા ખુલ્લા છે. તમામ વાલીઓએ સમગ્ર લાગણી જણાવી છે. જેની સામે ગૃહમંત્રી દ્વારા સકારાત્મક વલણ દાખવ્યું છે.

Advertisement

તે લોકો વિરૂદ્ધ અમારી પાસે સબુત છે

હરણી બોટ કાંડમાં પીડિત પરિવારના સભ્યો સર્વેએ જણાવ્યું કે, અમારી ગૃહમંત્રી હર્ષભાઇ સંધવી સાથે વાત થઇ. સાહેબે અમને વચન આપ્યું હતું. તેના પર તેઓ ખરા ઉતર્યા છે. તેમણે કહ્યું કે, હું ત્રણ દિવસમાં આવવાનો છું. તમે જે કોઇ ભ્રષ્ટાચાર અંગેના કાગળિયાઓ એકત્ર કર્યા છે. તે મુકજો. અમારો વિનોદ રાવ, કોટિયા પ્રોજેક્ટના અધિકારીઓ અને વિનોદ રાવના નીચેના અધિકારીઓ જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, તે લોકો વિરૂદ્ધ અમારી પાસે જે સબુત છે. તે અંગે અમે રજુઆત કરી છે. તેમને પહેલા પકડો અને સખ્તથી સખ્ત સજા કરો.

જે પણ ચમરબંધી હશે તેનો છોડવામાં નહી આવે

સર્વેએ ઉમેર્યું કે, તેમણે કહ્યું કે, મેં (ગૃહમંત્રીએ) આશ્વાસન આપ્યું હતું, અને જવાબદારી લીધી હતી. એટલે કોઇને છોડવામાં નહી આવે. તેના પર હું ખરો ઉતરીશ. તમારી પાસે એકત્ર નામો અને પુરાવાઓ આપજો. જે પણ ચમરબંધી હશે તેનો છોડવામાં નહી આવે. ત્રણ દિવસ પછી તેઓ ફરી અમને મળશે. તેમને મળીને અમને સારૂ લાગ્યું. હવે આગળ કામ થશે તેવો અમને વિશ્વાસ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : શહેરને પુન: ધબકતું કરવા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની મેરેથોન બેઠક

Tags :
Advertisement

.