Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્થાનિક નેતાઓ બાદ હવે શિક્ષણ મંત્રી પૂર પીડિતના રોષનો ભોગ બન્યા

VADODARA : વડોદરા (VADPDARA) માં પૂર પીડિત લોકોની મદદે સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ ન પહોંચી શકતા હવે ઠેર ઠેર તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે. જો કે, હવે આ વિરોધ માત્ર વડોદરાના નેતાઓ પૂરતો રહ્યો નથી. આજે વડોદરામાં પૂર...
vadodara   સ્થાનિક નેતાઓ બાદ હવે શિક્ષણ મંત્રી પૂર પીડિતના રોષનો ભોગ બન્યા

VADODARA : વડોદરા (VADPDARA) માં પૂર પીડિત લોકોની મદદે સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ ન પહોંચી શકતા હવે ઠેર ઠેર તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે. જો કે, હવે આ વિરોધ માત્ર વડોદરાના નેતાઓ પૂરતો રહ્યો નથી. આજે વડોદરામાં પૂર પીડિત પરિવારોને રાશન કિટનું વિતરણ કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી (EDUCATION MINISTER OF GUJARAT) આવ્યા હતા. દરમિયાન પૂર પીડિતો દ્વારા એક પણ શબ્દ વાપર્યા વગર હાથ વડે ઇશારો કરીને મંત્રીને જાકારો આપ્યો હોવાનો વીડિયો હાલ સપાટી પર આવવા પામ્યો છે.

Advertisement

પૂરની સ્થિતીમાં સ્થાનિક નેતાઓ પાસેથી મદદ ન મળી

વડોદરા ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે વડોદરાને પુન બેઠું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT HARSH SANGHAVI) એ ખુદ પરિસ્થિતીની કમાન સંભાળી છે. અને લોકોના પ્રશ્નોનો તાબડતોડ નિકાલ લાવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પૂરપીડિત લોકોની મદદ માટે ગઇ કાલથી રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વચ્ચે પૂરની સ્થિતીમાં સ્થાનિક નેતાઓ પાસેથી મદદ ન મળતા નેતાઓ લોકોના રોષનો ભોગ બનવાની ઘટનાઓનો સિલસિલો જારી જ રહ્યો છે.

એક પણ શબ્દ બોલ્યા વગર મંત્રીને જાકારો આપ્યો

અત્યાર સુધી વડોદરાના મેયર, ધારાસભ્યો અને કોર્પોરેટરો લોકોના રોષનો ભોગ બનતા હતા. પરંતુ હવે પૂરમાં લોકોની મદદ પહોંચાડવામાં નિષ્ફળ રહેલી સ્થાનિક નેતાગીરીની કરતુતોનો ભોગ મંત્રીઓ બની રહ્યા છે. આજે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં પૂર પીડિતોનો રાશન કિટનું વિતરણ કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા હતા. જ્યાં કેટલાક લોકોએ કિટ સહર્ષ સ્વિકારી હતી. ત્યારે કેટલાક રહીશો દ્વારા એક પણ શબ્દ બોલ્યા વગર મંત્રીને હાથ વડે ઇશારો કરીને રસ્તો બતાવીને જાકારો આપ્યો હતો.

Advertisement

ડેમેજ કંટ્રોલ આવનાર સમયમાં કેવી રીતે થાય છે તે જોવું રહ્યું

આ તકે લોકોનો છુપો રોષ પારખીને શિક્ષણ મંત્રી પણ કંઇ બોલ્યા વગર નીચુ માથુ રાખીને આગળ વધ્યા હતા. વડોદરાવાસીઓનો ચૂંટાયેલા નેતા પ્રત્યેનો રોષ શમવાનું નામ નથી લઇ રહ્યો, ત્યારે હવે આ રોષનો ભોગ સ્થાનિક નેતાઓથી આગળ વધીને મંત્રીઓ સુધી પહોંચ્યો છે. જેનું ડેમેજ કંટ્રોલ આવનાર સમયમાં કેવી રીતે થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : "ખેસ કાઢી નાંખો, અમને કોઇ પુછવા નથી આવ્યું", MLA ની હાજરીમાં કાર્યકર્તાની બેઇજ્જતી

Advertisement

Tags :
Advertisement

.