VADODARA : ચોકલેટ મોંઘી લાગે તે હદે સીઝનલ શાકભાજીના ભાવ ગગડ્યા
VADODARA : શિયાળામાં લીલા શાકભાજી માર્કેટમાં (WINTER GREEN LEAFY VEGETABLES - VADODARA) મોટા પ્રમાણામાં આવતા હોય છે. અન્ય રૂતુ કરતા શિયાળામાં જમવાની થાળીમાં વધુ લીલોતરી જોવા મળે છે. પરંતુ આ વર્ષે ખેડુતો નારાજ જોવા મળી રહ્યા છે. કારણકે લીલા શાકભાજી ચોકલેટ કરતા પણ ઓછા ભાવમાં પ્રતિકિલો વેચાઇ (LOW PRISE - VADODARA) રહ્યા છે. લીલાછમ શાકભાજીના પાકથી સારી આવક મેળવવાનું ખેડૂતોનું સ્વપ્ન રોળાયું હોય તેમ લાગી રહ્યું છે.
નિરાશ થવાનો વારો આવ્યો
વડોદરાના એપીએમસીમાં આજકાલ લીલાશાકભાજીના પોટલાને પોટલાઓ ઉતરી રહ્યા છે. સારા ભાવની આશાએ ખેડૂતો પોતાનો લીલોછમ શાકભાજીનો પાક લઇને એપીએમસી માર્કેટ સુધી પહોંચી રહ્યા છે. પરંતુ આ પાકથી તેમની ઇચ્છા પ્રમાણે રૂપિયા મળી રહ્યા નથી. જેથી તેમણે નિરાશ થવાનો વારો આવ્યો છે.
આવનાર સમયમાં સારો ભાવ મળશે તેવી આશા
પોતાના પાકને સારામાં સારી રીતે ઉગાડવા માટે ખેડૂતો દિવસ-રાત, ઠંડી, ગરમી, તથા વરસાદ જોતા નથી. પરંતુ જ્યારે તેમને ઇચ્છીત ભાવ ના મળે ત્યારે નિરાશ થવું સ્વભાવીક છે. જો કે, હવે ખેડૂતો આવનાર સમયમાં સારો ભાવ મળશે તેવી આશા રાખી રહ્યા છે.
પ્રતિ 20 કિલો શાકભાજીના અંદાજીત માર્કેટ ભાવ
- બટાકા - રૂ. 300
- ડુંગળી - રૂ. 240
- રીંગણ - રૂ. 80
- કોબીજ - રૂ. 80
- ફ્લાવર - રૂ. 100
- દૂધી - રૂ. 160
- વાલોર - રૂ. 240
- કોળું - રૂ. 120
- ટામેટા - રૂ. 160
- મેથીની ભાજી - રૂ. 160
- પાલકની ભાજી - રૂ. 140
- સુવાની ભાજી - રૂ. 260
- લીલા ધાણા - રૂ. 200
- તાંદલજાની ભાજી - રૂ. 240
- લીલી ડુંગળી - રૂ. 240
આ પણ વાંચો --- Surat: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન