Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સરકારી ગોડાઉનમાં મુકેલા અનાજમાં પડેલા જીવડાંથી લોકો ત્રસ્ત

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાં હુજરત ટેકરા પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનની આસપાસના વિસ્તારોમાં જીવડાંઓનો ત્રાસ વધતા આજે સ્થાનિક રહીશો રજુઆત કરવા આવી પહોંચ્યા છે. ગોડાઉનમાં મુકેલા સરકારી અનાજના જથ્થો અત્યંત ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. ગોડાઉનની દિવાલો પર...
vadodara   સરકારી ગોડાઉનમાં મુકેલા અનાજમાં પડેલા જીવડાંથી લોકો ત્રસ્ત

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાં હુજરત ટેકરા પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉનની આસપાસના વિસ્તારોમાં જીવડાંઓનો ત્રાસ વધતા આજે સ્થાનિક રહીશો રજુઆત કરવા આવી પહોંચ્યા છે. ગોડાઉનમાં મુકેલા સરકારી અનાજના જથ્થો અત્યંત ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. ગોડાઉનની દિવાલો પર અને અનાજમાં જીવડાં ફરી રહ્યા હતા. જે સંચાલકોની બેદરકારી સમજવા માટે પુરતા છે. આખરે વાત ઉજાગર થતા દવા છાંટવા માટે માણસો દોડી આવ્યા હતા. અને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Advertisement

સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો

વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનમાં મુકેલા જથ્થામાં ધનેડાં પડતા સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું હતું. આ સમસ્યા અંગે અનેક રજુઆતો છતાં કોઇ નિરાકરણ નહી આવતા, આજે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકોએ અંદર જઇને જોતાં ગોડાઉનમાં પડેલા અનાજના જથ્થામાં જીવડાં ફરી રહ્યા હતા, દિવાલો પર જીવડાનો જ્યાં જુઓ ત્યાં સળવળાટ જોવા મળી રહ્યો હતો.

Advertisement

રૂ. 3 હજારનો ખર્ચ કરીને સારવાર કરાવવામાં આવી

હુજરત ટેકરા વિસ્તારમાં રહેતા ફાતીમા બહેને જણાવ્યું કે, અમારા ઘર નજીક સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે. તેમાં રાખવામાં આવેલા અનાજમાં ધનેડાં (જીવડા) પડ્યા છે. રાત્રે ઉંઘ પણ નથી આવતી. જમવામાં પણ ધનેડાં પડે છે. એક બાળકના કામમાં તે ઘૂસી જતા રૂ. 3 હજારનો ખર્ચ કરીને સારવાર કરાવવામાં આવી હતી. એટલો બધો ત્રાસ છે, અહિંયા દવા નાંખવામાં આવે તેવી અમારી માંગ છે. અમે પહેલા રજુઆત કરી હતી, પરંતુ સાહેબો ગણકારતા નથી. જીવડાંઓથી અમે પરેશાન છે.

Advertisement

અમારા મકાનો છોડીને અમે ક્યાં જઇએ ?

અન્ય સ્થાનિકો સર્વે જણાવે છે કે, ધનેડાં જીરા જેવા દેખાવે હોવાથી જમવામાં પડેલા જુદા કરવા મુશ્કેલ પડે છે. સાંજ પડ્યો ધનતેરીયા વિસ્તારમાં ફરી વળે છે. ધનતેરીયા દુર કરવા માટે તાત્કાલિક દવા છાંટવાની જરૂર છે. દર વર્ષે ધનેરીયા આવવાની ફરિયાદ ઉઠાવીએ છીએ. આ લોકો કશું કરતા નથી. અમારા મકાનો છોડીને અમે ક્યાં જઇએ ? અમારે શું કરવાનું ?. ખાસ કરીને ચોમાસામાં અમારી મુશ્કેલીઓ વધી જાય છે. જો કે, મીડિયાએ અવાજ ઉઠાવતા જવાબદાર લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને જીવાત દુર કરવા માટેની દવા છંટકાવ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, અમારા દ્વારા અઠવાડિયે એક વખત દવા છાંટવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : "જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો", કોર્પોરેટર આક્રમક બન્યા

Tags :
Advertisement

.