Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ ન કરતાં 12 બાકીદારોને નોટિસ

VADODARA : વડોદરા જિલ્લામાં એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર હોય તેવા પક્ષકારોને સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્ર દ્વારા બાકી રકમ વસુલ કરવા જમીન મહેસૂલ કાયદા હેઠળ તથા અન્ય નોટીસો આપવા છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર કરેલ નથી.જેથી આવા પક્ષકારોએ...
vadodara   સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ ન કરતાં 12 બાકીદારોને નોટિસ

VADODARA : વડોદરા જિલ્લામાં એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર હોય તેવા પક્ષકારોને સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્ર દ્વારા બાકી રકમ વસુલ કરવા જમીન મહેસૂલ કાયદા હેઠળ તથા અન્ય નોટીસો આપવા છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર કરેલ નથી.જેથી આવા પક્ષકારોએ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી,નિયત વ્યાજ,સરચાર્જ મળી જે રકમ નક્કી થાય તે રકમ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.અન્યથા જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની કલમ૧૫૪,૧૫૫ મુજબ સ્થાવર જંગમ મિલકતની જાહેર હરાજી કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર શ્રી આર.બી પરમારની યાદીમાં જણાવ્યું છે.વડોદરા જિલ્લામાં આવા ૧૨ પક્ષકારો પાસે રૂ.૬૯.૬૦ લાખથી પણ વધુ રકમ વસુલવાની બાકી છે.

Advertisement

Advertisement

નોટીસ મેળવનારાઓના નામ નીચે મુજબ છે

નોટિસ આપેલા પક્ષકારોમાં સુધારા નોન ટ્રેડીગ એસોસીએશન,મે.વિવિધ હાઇફેબના ભાગીદાર અને વહીવટકર્તા જયેંદ્ર વિજેંદ્ર શર્મા,જીવન પ્રોડક્ટ પ્રા.લી.નંદેસરી,ચંદ્રલોક કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ જે સરકારી મંડળીઓના કાયદા મુજબ રજિસ્ટર,પટેલ હેમંતકુમાર ચીમનભાઇ,રેવાબેન સુરસંગભાઇ ચૌહાણ તથા અન્ય-૯,શ્રીમતિ નિર્મળાબેન સન્મુખલાલ શાહ તથા અન્ય-૧,ગુડઅર્થ સીન્થેટીક્સ લીમીટેડ,જે ધી કંપની,મેસર્સ આલ્ફા એંન્જીનીયરીંગ કંપનીના ભાગીદાર પેઢીના મુખ્ય ભાગીદાર શ્રીમતી મોનાલીબેન નવીનભાઈ પટેલ,ઇન્ડોકાઉન્ટ ચુંગનામ ટેક્ષટાઇલ્સ લી.,પટેલ હસમુખભાઇ મણીભાઇ,રમેશભાઇ શંકરભાઇ પટેલ તથા અન્ય -૩ નામનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -- VADODARA : શહેરમાં જળ સંકટ વચ્ચે વિદેશી નાગરિકોની બુલડોઝર સવારી

Advertisement

Tags :
Advertisement

.