દેશમાં છેલ્લા 24 કલાકમાં 796 લોકો થયા કોરોનાથી સંક્રમિત, જાણો કેટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 796 કેસ નોંધાયા છે. આ સંખ્યા ગઈકાલની સરખામણીમાં 7.5 ટકા ઓછી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 19 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 185.90 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં 10,889 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ હાલમાં 98.76% છે. છેલ્લા 24 કલાકમાં 946 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 4,2
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 796 કેસ નોંધાયા છે. આ સંખ્યા ગઈકાલની સરખામણીમાં 7.5 ટકા ઓછી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 19 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 185.90 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં 10,889 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ હાલમાં 98.76% છે.
છેલ્લા 24 કલાકમાં 946 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 4,25,04,329 પર પહોંચી ગઈ છે. દૈનિક પોઝીટીવીટી રેટ 0.20% છે. સાપ્તાહિક પોઝીટીવીટી રેટ 0.24% છે. અત્યાર સુધીમાં 79.45 કરોડ કોરોના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,06,251 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશભરમાં 18-59 વર્ષની વય જૂથના 26,700 થી વધુ લોકોને સોમવારે એન્ટિ-કોવિડ -19 રસીની બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. આ વય જૂથના લોકોની કુલ સંખ્યા 36,428 પર લઈ ગઈ છે. ભારતમાં, રવિવારે, ખાનગી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કે જેમણે બીજો ડોઝ લેવાના નવ મહિના પૂરા કર્યા છે તેઓ બૂસ્ટર ડોઝ ડોઝ લઇ શકે છે.
Advertisement