ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વિદેશમાં MBBS ભણતી વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં રહેતી અને વિદેશમાં એમબીબીએસ (GEORGIA MBBS) નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ તેના નિવાસ સ્થાને રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા જ...
02:01 PM Sep 09, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં રહેતી અને વિદેશમાં એમબીબીએસ (GEORGIA MBBS) નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ તેના નિવાસ સ્થાને રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા જ ફતેગંજ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, અભ્યાસના તણાવમાં વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોઇ શકે છે. જો કે, સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ફતેગંજ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો

વડોદરામાં રહેતા પ્રિન્સી ક્રિશ્ચન નામની યુવતી જ્યોર્જિયામાં એમબીબીએસનો અભ્યાસ કરતી હતી. તાજેતરમાં વેકેશન હોવાથી તે પોતાના નતાશા પાર્ક સ્થિત ઘરે આવી હતી. દરમિયાન તેણે ઘરે પંખા પર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું છે. આ ઘટના અંગે જાણ થતા પરિજનોમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે. ઘટના અંગે જાણ થતા જ ફતેગંજ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને મૃતદેહને વધુ તજવીજ અર્થે એસએસજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગમાં મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિજનો અને નજીકના વર્તુળમાં ભારે સોપો પડી જવા પામ્યો

તાજેતરમાં પોતાના ઘરે આવેલી પ્રિન્સી ક્રિશ્ચને રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવતા પરિજનો અને નજીકના વર્તુળમાં ભારે સોપો પડી જવા પામ્યો છે. હાલ તબક્કે મળતી માહિતી અનુસાર, પ્રિન્સીએ અભ્યાસના તણાવમાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. બીજી તરફ ફતેગંજ પોલીસ મથક દ્વારા આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે શું માહિતી આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : ડમ્પર નીચે કચડાતા મહિલાનુ મોત, ત્રણ વર્ષના બાળકે માતા ગુમાવી

Tags :
GeorgiaMBBSReasonstudentsuicideunknownVadodara
Next Article