ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

VADODARA : ગરબા નિ:શુલ્ક હોવાની વાતથી શહેર ભાજપ પ્રમુખ અસહમત

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી દ્વારા ગરબામાં નિશુલ્ક પ્રવેશ અંગેની વાત વહેતી મુકવામાં આવી હતી. જો કે, આ વાત અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે અસહમતી...
12:48 PM Sep 27, 2024 IST | PARTH PANDYA
featuredImage

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી દ્વારા ગરબામાં નિશુલ્ક પ્રવેશ અંગેની વાત વહેતી મુકવામાં આવી હતી. જો કે, આ વાત અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે અસહમતી દર્શાવી છે. અને તે અંગેના કારણો રજુ કર્યા હતા.

શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું

વડોદરા ઐતિહાસીક માનવસર્જિત પૂરમાંથી બહાર આવી રહ્યા છે. તેવામાં હજી ઘણા પરિવારોનું જનજીવન સામાન્ય થઇ શક્યું નથી. તેવામાં નવરાત્રીનો તહેવાર આવતો હોવાથી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગરબામાં એન્ટ્રી નિશુલ્ક રાખવામાં આવે તેવી વાત વહેતી કરવામાં આવી હતી. જે બાદ હવે આ મામલે શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ પોતાની અસહમતી દર્શાવી રહ્યા છે.

સમયજતા ગરબા માટે ખર્ચ વધતો ગયો

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું કે, વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે. વડોદરાના ગરબા પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગરબામાં સંખ્યા ઓછી હતી, ત્યારે માઇક પર ગરબા ગવાતા હતા, ઓછા ખર્ચમાં ગ્રુપ આવી જતું હતું. જે તે સમયે ખેલૈયાઓ માટેનો પ્રવેશ નિશુલ્ક હતો. સમયજતા ગરબા માટે ખર્ચ વધતો ગયો, એટલે પ્રથમ ભાઇ માટેના ગરબાના પાસની શરૂઆત થઈ, અને ત્યાર બાદ બહેનો માટે ગરબાના પાસ રાખવામાં આવ્યા છે.

શહેરના ગરબા કોઇ શહેરોના ગરબા સાથે તોલી ના શકાય

વધુમાં તેમણે જણાવ્યું કે, ગરબાના આયોજકો ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ગરબાનું આયોજન કરે છે. પાસના માધ્યમથી થતી આવકનો મોટો ભાગ શહેરમાં સામાજીક પ્રવૃત્તિઓમાં પણ વપરાતો હોય છે. ગરબા આયોજકોએ વડોદરા શહેરને દેશમાં જુદા નામથી અંકિત કર્યું છે. થોડાક સમય પહેલા વિદેશ મંત્રીએ 62 થી વધુ દેશોના રાજદ્વારીઓને પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે આપણા શહેરના ગરબા કોઇ શહેરોના ગરબા સાથે તોલી ના શકાય, કોઇને તે પ્રકારે મુશ્કેલી હોય તો આયોજકોએ મદદ કરવી જોઇએ. પરંતુ ગરબા નિશુલ્ક હોવા જોઇએ તે વાત સાથે હું સહમત નથી.

આ પણ વાંચો -- VADODARA : ખખડધજ્જ રોડ સુધારવા માટે ભાજપના કાર્યકરે ખેસ પહેરીને લોકફાળો ઉઘરાવ્યો

Tags :
allBJPCitydisagreeforfreeGarbapresidentthoughtVadodarawith