Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્પીકર પદ પર NDA માં મતભેદ!, BJP દાવો કરે છે પરંતુ TDP એ આ શરત મૂકી...

દેશમાં ત્રીજી વખત NDA સરકાર બન્યા બાદ હવે લોકસભા સ્પીકર પદને લઈને રાજનીતિ તેજ બની છે. સુત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં 240 બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટી લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા માંગે છે અને ગઠબંધન પક્ષોને ડેપ્યુટી...
સ્પીકર પદ પર nda માં મતભેદ   bjp દાવો કરે છે પરંતુ tdp એ આ શરત મૂકી
Advertisement

દેશમાં ત્રીજી વખત NDA સરકાર બન્યા બાદ હવે લોકસભા સ્પીકર પદને લઈને રાજનીતિ તેજ બની છે. સુત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં 240 બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટી લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા માંગે છે અને ગઠબંધન પક્ષોને ડેપ્યુટી સ્પીકરનું પદ ઓફર કરી શકે છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને NDA ના સહયોગીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાશે...

18 મી લોકસભા માટે સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાવાની છે. ઉમેદવારનું નામ આગલા દિવસે બપોર સીધીમાં જાહેર કરવામાં આવશે. આ અંગે વિપક્ષી દળોનું કહેવું છે કે NDA ના સહયોગી પક્ષો પાસે લોકસભા ડેપ્યુટી સ્પીકરનું પદ હોવું જોઈએ. સુત્રોનું કહેવું છે કે જો આમ નહીં થાય તો INDI ગઠબંધન લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો કરી શકે છે.

Advertisement

કેમ છે NDA ના સાથી પક્ષો વચ્ચે મતભેદ?

NDA સરકારમાં કિંગમેકર JDU અને TDP વચ્ચે લોકસભા અધ્યક્ષ પદને લઈને મતભેદ હોવાનું જાણવા મળ્યું છે, ભાજપ ઈચ્છે છે કે લોકસભા સ્પીકર પદ પોતાની પાસે રહે. નીતિશ કુમાર ભાજપના આ નિર્ણય સાથે સહમત છે, પરંતુ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP ઈચ્છે છે કે NDA માં લોકસભા સ્પીકર પદ પર પહેલા ચર્ચા થવી જોઈએ, ત્યારબાદ ઉમેદવારનું નામ ફાઈનલ કરવામાં આવે.

NDA leaders met President Draupadi Murmu and claimed to form the government for the third time

NDA GOVERNMENT 3.0

JDU એ શું કહ્યું...

આ અંગે JDU નેતા કેસી ત્યાગીએ કહ્યું કે તેમની પાર્ટી અને TDP NDA નો ભાગ છે. તેમની પાર્ટી લોકસભા અધ્યક્ષ પદ માટે ભાજપ દ્વારા નામાંકિત ઉમેદવારને સમર્થન કરશે. તેમણે વધુમાં કહ્યું કે સ્પીકર હંમેશા શાસક પક્ષના જ હોય છે.

TDP એ કઈ શરત રાખી?

TDP ના રાષ્ટ્રીય પ્રવક્તા પટ્ટાભી રામ કામરેડ્ડીએ કહ્યું કે NDA ના સહયોગીઓ સાથે બેસીને નક્કી કરશે કે સ્પીકર પદના ઉમેદવાર કોણ હશે. એકવાર સર્વસંમતી થઇ જાય, તે ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવશે પછી TDP સહિત તમામ સહયોગી પક્ષો તે ઉમેદવારને સમર્થન કરશે.

આ પણ વાંચો : Accident : ઉદયપુરમાં ટ્રેલરે રાહદારીઓને કચડ્યા, 5 લોકોના મોત…

આ પણ વાંચો : Ashwini Vaishnaw : રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, દાર્જિલિંગ દુર્ઘટનાના પીડિતોને મળશે આટલું વળતર?

આ પણ વાંચો : Lady don: હસીનાઓનો ઉપયોગ કરી કરોડપતિઓને ખંખેરવામાં આવતા…

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Yuzvendra Chahal આ બધુ સાચુ પણ પડે, ચહલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખળભળાટ

featured-img
બિઝનેસ

Stock Market:શેરબજારમાં તેજી બાદ ઘટાડો, સેન્સેક્સમાં 400 પોઈન્ટ તૂટયો

featured-img
ગુજરાત

Banaskantha : દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને નિવૃત્તિનાં વર્ષ પહેલા જ કરાયા ફરજિયાત નિવૃત્ત, જાણો કેમ ?

featured-img
રાષ્ટ્રીય

Maha Kumbh 2025 માં બોલિવૂડના અવાજો ગુંજશે, સાંસ્કૃતિક મંત્રાલયે જાહેર કરી ગાયકોની યાદી

featured-img
ગુજરાત

Paresh Dhanani : પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કડકડતી ઠંડીમાં પણ ઉપવાસ આંદોલન યથાવત

featured-img
મનોરંજન

Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા!

×

Live Tv

Trending News

.

×