Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેરમાં જળ સંકટ વચ્ચે વિદેશી નાગરિકોની બુલડોઝર સવારી

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) મોટા જળ સંકટમાંથી પસાર થયું છે. વિતેલા 24 કલાકથી વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. તેવામાં પાણીથી ભરાયેલા રસ્તા પર વિદેશી નાગરિકોની બુલડોઝર (જેસીબી મશીન) ની સવારીનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ...
vadodara   શહેરમાં જળ સંકટ વચ્ચે વિદેશી નાગરિકોની બુલડોઝર સવારી

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) મોટા જળ સંકટમાંથી પસાર થયું છે. વિતેલા 24 કલાકથી વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. તેવામાં પાણીથી ભરાયેલા રસ્તા પર વિદેશી નાગરિકોની બુલડોઝર (જેસીબી મશીન) ની સવારીનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. એક તરફ શહેરવાસીઓને પૂરના સમયે મદદ માટે ટળવળતા હતા, અને બીજી તરફ વિદેશીઓ આનંદ પૂર્વક જેસીબી મશીન પર સવાર થઇને મજા માણી રહ્યા હતા. આ વીડિયોને લઇને લોકોના મનમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.

Advertisement

નેતાઓએ લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે

વડોદરા ઐતિહાસિક પૂરની સ્થિતીમાંથી પસાર થઇને બહાર નિકળી રહ્યું છે. પૂરના સમયે વડોદરાવાસીઓ મદદની રાહ જોઇને બેસી રહ્યા હતા, મોટાભાગની જગ્યાએ પર સરકારી તંત્ર પહોંચી શક્યુ નથી. સ્વંય સેવી સંસ્થાઓએ એકબીજાને જરૂરી મદદરૂપી હૂંફ પહોંચાડી હતી. જે બાદ પૂરના પાણી ઓસરતા નેતાઓ લોકોની વચ્ચે ગયા હતા. જેમાં નેતાઓએ લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. જેવામાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં અડધો ડઝનથી વધુ વિદેશી નાગરિકો બુલ્ડોઝરના આગળ બેસીને મુસાફરી કરી રહ્યા છે.

Advertisement

હાથ હલાવીને અભિવાદન કરતા હોય તેવી મુદ્રામાં

વિદેશી નાગરિકોને લઇ જતું બુલ્ડોઝર પાણીવાળા રસ્તા પરથી પસાર થઇ રહ્યું છે. પૂરની સ્થિતી વચ્ચે શહેરીજનોના માથે ચિંતાની લકીર છે, જ્યારે વિદેશી નાગરિકે ફ્લડ ટુરીઝમ કરવા આવ્યા હોય તેમ તેમના મોઢા પરથી ખુશી છલકાઇ રહી છે. અને કેમેરો જોતા જ તેઓ પોતાનો હાથ હલાવીને અભિવાદન કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળી રહ્યા છે.

બંને વિપરીત પરિસ્થિતીઓ

એક તરફ લોકોને મદદ સમયસર ન પહોંચી હોવાની બુમો, અને બીજી તરફ વિદેશી નાગરિકોની બુલ્ડોઝર પર શહેરમાં સવારી બંને વિપરીત પરિસ્થિતીઓ છે. આ વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થતા જ લોકોના મનમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. પૂરમાં ભારે ફસાયેલા લોકો વિદેશી નાગરિકના વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં પોતાનો રોષ પ્રગટ કરતા નજરે પડ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિતેલા 12 કલાકમાં 2 મહાકાય મગરનું રેસ્ક્યૂ

Tags :
Advertisement

.