Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેનેડામાં હવે વિદેશીઓ નહીં ખરીદી શકે ઘર, 1 જાન્યુઆરીથી પ્રતિબંધ થયો અમલી

કેનેડામાં સરકારે વિદેશીઓ માટે મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓને કારણે સ્થાનિક લોકો આવાસની અછતનો સામનો કરી રહ્યા હોવાનું કારણ આગળ ધરી  સ્થાનિક લોકોને વધુ ઘર આપવાના હેતુથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ રવિવાર (1 જાન્યુઆરી)થી લાગુ થઈ ગયો છે. જો કે,કાયદામાં ઘણા અપવાદો છે.પ્રતિબંધ ફક્ત શહેરના રહેઠાણોને જ લાગુ પડશેકેનેડાની સરકાàª
કેનેડામાં હવે વિદેશીઓ નહીં ખરીદી શકે ઘર  1 જાન્યુઆરીથી પ્રતિબંધ થયો અમલી
કેનેડામાં સરકારે વિદેશીઓ માટે મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓને કારણે સ્થાનિક લોકો આવાસની અછતનો સામનો કરી રહ્યા હોવાનું કારણ આગળ ધરી  સ્થાનિક લોકોને વધુ ઘર આપવાના હેતુથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ રવિવાર (1 જાન્યુઆરી)થી લાગુ થઈ ગયો છે. જો કે,કાયદામાં ઘણા અપવાદો છે.

પ્રતિબંધ ફક્ત શહેરના રહેઠાણોને જ લાગુ પડશે
કેનેડાની સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ ફક્ત શહેરના રહેઠાણોને જ લાગુ પડશે. આ પ્રતિબંધ ઉનાળાના કોટેજ જેવી મિલકતોને લાગુ પડશે નહીં.
રહેણાંક મિલકત ખરીદવા પર પ્રતિબંધો
2021ના ચૂંટણી પ્રચાર દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્થાનિક લોકોની સુવિધા માટે મિલકતને લઈને આ પ્રસ્તાવ મૂક્યો હતો. કેનેડામાં વધતી કિંમતોએ ઘર ખરીદવું ઘણા લોકોની પહોંચની બહાર કરી દીધું છે. સ્થાનિક લોકોને વધુ મકાનો આપવાના હેતુથી રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
શું મોંઘવારી મોટી સમસ્યા છે ?
કેનેડામાં ઘર ખરીદનારાઓની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણમાં પણ નફાખોરો રોકાયેલા હતા. કેનેડામાં ઘરો ઘણા વિદેશી રોકાણકારોને આકર્ષે છે. ખાલી પડેલા મકાનો, આસમાનને આંબી જતા ભાવો પણ વાસ્તવિક સમસ્યાનું કારણ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘર લોકો માટે છે રોકાણકારો માટે નહીં. સરકારે નોન-કેનેડિયન એક્ટ દ્વારા રહેણાંક મિલકતની ખરીદી પર પ્રતિબંધ લાગુ કર્યો છે. 
અધિનિયમમાં ઘણા અપવાદો
સમાચાર એજન્સી ANI અનુસાર, જોકે, આ કાયદામાં ઘણા અપવાદો છે જે શરણાર્થીઓ અને કાયમી રહેવાસીઓને ઘર ખરીદવાની મંજૂરી છે. મુખ્ય બજારો જેમ કે વાનકુવર અને ટોરોન્ટોએ પણ બિન-નિવાસી અને ખાલી ઘરો પર ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે. દેશનું રિયલ એસ્ટેટ માર્કેટ વિક્રેતાઓ માટે સુસ્ત બન્યું છે કારણ કે ફુગાવાને રોકવા માટે બેંક ઓફ કેનેડાની આક્રમક નાણાકીય નીતિને અનુસરવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.