ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પૂરમાં પલળેલા અભ્યાસના ચોપડા સુકવવા ડિવાઇડરનો સહારો

VADODARA : વડોદરા (VADODARA) પૂરની પરિસ્થીતીઓમાંથી બહાર આવી રહ્યું છે. શહેરમાં ઐતિહાસીક પૂરમાં મોટી સંખ્યામાં લોકોનું નુકશાન થયું છે. કેટલાક નુકશાનની ભરપાઇ કરી શકાશે, જ્યારે કેટલુંક નુકશાન ક્યારે ભરાશે તે કોઇ કહી શકે તેમ નથી. આવું જ શહેરના કારેલીબાગ વિસ્તારમાં...
03:27 PM Sep 01, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પૂરની પરિસ્થીતીઓમાંથી બહાર આવી રહ્યું છે. શહેરમાં ઐતિહાસીક પૂરમાં મોટી સંખ્યામાં લોકોનું નુકશાન થયું છે. કેટલાક નુકશાનની ભરપાઇ કરી શકાશે, જ્યારે કેટલુંક નુકશાન ક્યારે ભરાશે તે કોઇ કહી શકે તેમ નથી. આવું જ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ફાગવેલ નગરમાં રહેતા અને શાળાઓ જતા બાળકો સાથે બન્યું છે. સોમવારથી શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે તેમની સ્કુલ બેગ, પુસ્તિકાઓ અને ચોપડાઓ પલળી જતા તેને સુકવવા માટે ડિવાઇડર પર મુક્યા હોવાનું જાણવા મળ્યું છે.

પુસ્તિકાઓને પવનથી બચાવવા બાળકોની પહેરેદારી

વડોદરા ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી પસાર થયું છે. જે વિસ્તારોમાં પૂરના પાણી ક્યારે ભરાતા ન્હતા, ત્યાં પણ પાણી ભરાયા હતા. અને મોટું નુકશાન પહોંચ્યું હતું. ત્રણ-ચાર દિવસો સુધી પૂરના પાણી રહ્યા બાદ હવે ઓસરી ગયા છે. ત્યારે પૂરના પાણીમાં શાળામાં ભણતા બાળકોના સ્કુલ બેગ, પુસ્તિકાઓ અને ચોપડાઓ પલળી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. પૂરના પાણી ઓસરતા હવે આ પલળેલા ચોપડા-પુસ્તિકાઓને રોડની વચ્ચોવચ ડિવાઇડર પર તાપમાં મુકીને સુકવવા પડી રહ્યા છે. તેમાં જો પવન ફૂંકાય તો પુસ્તકના પાના ઉડીને દુર જતા રહે છે. અને તેને રોકવા માટે બાળકોએ પહેરેદારી કરવી પડી રહી છે.

નોટો-ચોપડીઓ સુકાઇ જશે ત્યારે ભણીશું

બાળકે જણાવ્યું કે, હું ફાગવેલ નગરમાં રહું છું. પૂરમાં અમારા ઘરે પાણી ભરાઇ ગયા હતા. તેમાં અમારી ચોપડીઓ પલળી ગઇ છે. હું સરકારી શાળાના ધો - 1 માં ભણું છું. સ્કુલ બેગ પણ પલળી ગઇ છે. આખા ઘરમાં પાણી ભરાઇ ગયું હતું. પતરા પણ ડુબી ગયા હતા. હવે આ નોટો-ચોપડીઓ સુકાઇ જશે ત્યારે ભણીશું, સ્કુલમાં જઇશું.

આ પણ વાંચો -- VADODARA : રોગચાળો અટકાવવા 500 ટીમ મેદાને, 7.58 લાખ વસતીનું સર્વેલન્સ

Tags :
booksdividerdryfloodGujaratITmakeMonsoononputRecoveryRoadSchooltoVadodarawatery
Next Article