VADODARA : યુવતિએ અંધારામાં પાણીની જગ્યાએ એસિડનો ઘૂંટ ભરી દીધો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા (VADODARA RURAL - PADRA) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાત્રીના અંધારામાં યુવતિને તરસ લાગતા તે રસોડામાં પહોંચી હતી. રસોડામાં અંધારૂ હોવાથી તેણીએ પાણીની જગ્યાએ એસિડની બોટલમાંથી એક ઘૂંટ ભીલથી પી ગઇ હતી. આ ઘટના બાદ એસિડની અસર વર્તાતા યુવતિને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 5 ફેબ્રુઆરીના રોજ ઘટેલી ઘટના બાદથી યુવતિ સારવાર હેઠળ હતી. જે બાદ ગતરોજ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સમગ્ર મામલે પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં બનાવની અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
રસોડામાં અંધારૂ હોવાના કારણે ઘૂંટડો ભુલથી પી ગયા હતા
વડોદરા ગ્રામ્યના પાદરમાં આવેલા હુસેનપુરા ગામે પીપળાવાળી શેરીમાં અંકિતાબેન વિરલભાઇ પટેલ તેમના પરિવાર સાથે રહેતા હતા. 5, ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે તેમને તરસ લાગતા તેઓ રસોડામાં ગયા હતા. રસોડામાં અંધારૂ હોવાના કારણે તેઓ પાણીની જગ્યાએ નજીકમાં પડેલી એસિડની બોટલનો ઘૂંટડો ભુલથી પી ગયા હતા. જે બાદ એસિડની અસર વર્તાતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.
પાદરા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી
આ ઘટના બાદથી તેમની સારવાર ચાલી રહી હતી. તેવામાં તેમણે સારવાર દરમિયાન ગતરોજ અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ ઘટના અંગે વિરલભાઇ પટેલ દ્વારા પાદરા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી હતી. જે બાદ મામલાની તપાસ ASI રજનીકાંત બંસીલાલને સોંપવામાં આવી છે. તેમણે સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો --- VADODARA : રસ્તા પર જતી ટ્રકમાં આગ, ટ્રાફિક રોકી સ્થિતિ કાબૂમાં લેવાઇ