Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રીવર્સ લેતા કાર બાઇકને અથાડી સીનસપાટા કરનાર મહિલા સામે ફરિયાદ

VADODARA : ગતસાંજે શહેર (VADODARA) ના સયાજીગંજ વિસ્તારમાં લાલ કલરની કાર ચાલક મહિલા રિવર્સ લઇ રહી હતી. દરમિયાન તેણે પાછળથી આવતી બાઇક સાથે કાર અથાડી હતી. અને ત્યાર બાદ તે સ્થિતીમાં બાઇક ઢસડી હતી. બાઇક માલિકે પોલીસ બોલાવતા કાફલો તાત્કાલીક...
06:01 PM Jul 19, 2024 IST | PARTH PANDYA

VADODARA : ગતસાંજે શહેર (VADODARA) ના સયાજીગંજ વિસ્તારમાં લાલ કલરની કાર ચાલક મહિલા રિવર્સ લઇ રહી હતી. દરમિયાન તેણે પાછળથી આવતી બાઇક સાથે કાર અથાડી હતી. અને ત્યાર બાદ તે સ્થિતીમાં બાઇક ઢસડી હતી. બાઇક માલિકે પોલીસ બોલાવતા કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મહિલાને કારમાંથી બહાર બોલાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે, મહિલાએ કારને લોક કરી, બારી ચડાવી તેમાં બેઠા સીગરેટ પીધી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અને તેણીએ પોલીસ તથા પબ્લીકને ચીડવવાના પ્રયત્નો પણ કર્યા હતા. આખરે આ મહિલા ડેરીડેન સર્કલ તરફ કાર દોડાવીને નાસી છુટી હતી. અંતે ઉપરોક્ત મામલે કાર નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી

સયાજીગંજ પોલીસ મથકમાં બંકિમચંદ્ર ગોવિંદલાલ દેસાઇ (રહે. આધાર સોસાયટી, નાલંદા પાણીની ટાંકી, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને મનુભાઇ ટાવરમાં પોતાની ઓફીસ ધરાવે છે. ગતરોજ તેઓ બાઇક લઇને કોમ્પલેક્ષની ગલીમાંથી પસાર થઇ રહ્યા હતા. દરમિયામ સાંકડી ગલીમાંથી એક લાલ કલરની કાર મહિલા ચલાવીને રિવર્સ લઇ રહી હતી. તેવામાં તેણીએ બાઇક સાથે એક્સીડન્ટ કર્યો હતો. એટલું જ નહી પરંતુ બાઇકને ઢસડ્યું પણ હતું. દરમિયાન આસપાસ લોકો એકત્ર થઇ ગયા હતા. અને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી.

કાર ડેરીડેન સર્કલ તરફ હંકારીને ભાગી ગઇ

ત્યાર બાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન મહિલા કારમાં સિગારેટ પીતી નજરે પડી હતી. પોલીસે તેણીને કારમાંથી ઉતરવાનું કહેતા તે ઉતરી ન્હતી. અને દરવાજો બંધઝ કરીને કાચ ચડાવી દીધા હતા. અને બેફામ કાર ડેરીડેન સર્કલ તરફ હંકારીને ભાગી ગઇ હતી. આ ઘટનામાં બાઇકને રૂ. 5 હજારનું નુકશાન પહોંચ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે સયાજીગંજ પોલીસ મથકમાં મહિલાની કારના નંબરના આધારે તેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : સમસ્યાઓમાંથી મુક્તિ ઝંખતુ નિઝામપુરા સ્મશાન

Tags :
bikecarcomplaintdrivefemalefiledhitlostreverseVadodara
Next Article