VADODARA : બંધ ઇલેક્ટ્રીક વ્હીકલ ટો કરીને જતા શોર્ટ સર્કિટ, ચાલકનો બચાવ
VADODARA : વડોદરા (VADODARA) માં આજે બપોરે બંધ હાલતમાં પડી રહેલા ઇલેક્ટ્રીક વ્હીકલ (ELECTRIC VEHICLE / SCOOTER) ને ટો કરીને લઇ જવામાં આવતું હતું. દરમિયાન નવાયાર્ડ વિસ્તારમાં આવેલા ડી માર્ટ પાસેથી ઇલેક્ટ્રીક વ્હીકલમાંથી શોર્ટ સર્કિટ થવાથી ધૂમાડા નીકળતા હતા. જો કે, આ વાતનું ધ્યાન રીક્ષા ચાલકે દોરતા તુરંત યુવાન ઇલેક્ટ્રીક સ્કુટરથી દુર જતો રહ્યો હતો. અને આસપાસના લોકોએ મદદ કરતા પાણી છાંટીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આખરે વાહન ચાલકે કંપની સામો બળાપો ઠાલવ્યો હતો. અને આ અંગે જો કંપની તરફથી યોગ્ય મદદ નહીં મળે તો કન્ઝ્યુમર કોર્ટ સુધી જવાની પણ ચિમતી ઉચ્ચારી હતી.
આજે હું તેને ટો કરીને સર્વિસ સેન્ટર લઇ જઇ રહ્યો હતો
વાહન ચાલકે મીડિયાને જણાવ્યું કે, એક મહિના પહેલા મારૂ સ્કુટર બંધ પડી ગયું હતું. ત્યાંથી સર્વિસ સેન્ટરમાં મુક્યું હતું. ત્યાર બાદ સ્કુટર ચાલુ થઇ ગયું હતું. તેમાં સમસ્યા તો હજી જ, પણ દિવાળી બાદ તેનું રીપેરીંગ કરવાની ખાતરી આપવામાં આવી હતી. 1, નવેમ્બરમાં તે બંધ પડી ગઇ હતી. બાદમાં તેમણે મને સર્વિસ સેન્ટર પરથી કોઇ યોગ્ય રિસ્પોન્સ ના આપવામાં આવતા આજે હું જ તેને ટો કરીને સર્વિસ સેન્ટર લઇ જઇ રહ્યો હતો. તેવામાં રસ્તામાં શોર્ટ સર્કિટ થયું હતું. આ વાતની જાણ અમને પાસેથી પસાર થતા રીતક્ષા ચાલકે કરી હતી.
સર્વિસમાં ગલ્લા-તલ્લા કરી રહ્યા છે
વધુમાં જણાવ્યું કે, અમે સ્કુટરને રોડ સાઇડ પર મુકીને દુર ખસી ગયા હતા. તેવામાં સ્થાનિકે પોતાના ઘરમાંથી પાણી લાવીને આગ ઓલવી હતી. રીક્ષા વાળાએ કંઇ મને ના કહ્યું હોત તો કંઇક મોટું થઇ શકે. સર્વિસ સ્ટેશનમાં કોઇ પણ ફોન ઉપાડતું નથી. તેઓ અલગ અલગ પ્લાન આગળ ધરીને સર્વિસમાં ગલ્લા-તલ્લા કરી રહ્યા છે. હવે હું આ ઇલેક્ટ્રીક સ્કુટર નહીં લઉં. આ લઇને ભૂલ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જરૂર પડ્યે હું કન્ઝ્યુમર કોર્ટમાં પણ જઈશ.
હું ઘરમાંથી પાણી લઇને આવ્યો
સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, હું મારી દુકાનમાં બેઠો હતો. અને સામે જોયું તો યુવકોમાં નાસભાગ જેવું હતું. પછી આગ લાગી હોવાનું જાણ્યું તો તુરંત હું ઘરમાંથી પાણી લઇને આવ્યો અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ પણ વાંચો -- VADODARA : સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ જારી, જાણો ACP એ શું કહ્યું