ગુજરાતમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે શપથવિધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામો સામે આવી રહ્યાં છે. હાલની સ્થિતિએ ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ કૂચ કરી રહી છે.ભારતીય જનતા પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે અને મોટાભાગના દિગ્ગજોની જીત થઈ છે ત્યારે ભાજપની જીત નિશ્ચિત છે. બીજી તરફ ગુજરાતમાં નવી સરકારની શપથ વિધીની તૈયારીઓ શરૂ થઈ છે. મળતી વિગતો અનુસાર ગુજરાતની નવી સરકારની શપથવિધી આગામી 12મી ડિસેમ્બરે યોજાઈ શકે છે. શપથ વિàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામો સામે આવી રહ્યાં છે. હાલની સ્થિતિએ ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ કૂચ કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે અને મોટાભાગના દિગ્ગજોની જીત થઈ છે ત્યારે ભાજપની જીત નિશ્ચિત છે. બીજી તરફ ગુજરાતમાં નવી સરકારની શપથ વિધીની તૈયારીઓ શરૂ થઈ છે.
મળતી વિગતો અનુસાર ગુજરાતની નવી સરકારની શપથવિધી આગામી 12મી ડિસેમ્બરે યોજાઈ શકે છે. શપથ વિધીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હાજર રહે તેવી શક્યતા છે.
જણાવી દઈએ કે, આગામી 14મી તારીખથી કમૂર્તા બેસે છે અને કમૂર્તામાં કોઈ શુભકાર્ય કરવામાં નથી આવતું તેથી 14મી પહેલા શપથવિધી કરી દેવામાં આવશે.
Advertisement