Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બેફામ બનેલા ડમ્પર ચાલકની જાહેરમાં ધુલાઈ

VADODARA : વડોદરા (VADODARA) ના વડસર રોડ વિસ્તારમાં સ્કુલ પાસે બેફામ ડમ્પર ચાલકની જાહેરમાં ધુલાઇ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ચાલકે ગફલતફરી રીતે ડમ્પર ચલાવીને સલામત જતી કારને અડાડી દેતા નાનું-મોટું નુકશાન પહોંચ્યું છે. જે બાદ કાર ચાલક...
vadodara   બેફામ બનેલા ડમ્પર ચાલકની જાહેરમાં ધુલાઈ

VADODARA : વડોદરા (VADODARA) ના વડસર રોડ વિસ્તારમાં સ્કુલ પાસે બેફામ ડમ્પર ચાલકની જાહેરમાં ધુલાઇ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ચાલકે ગફલતફરી રીતે ડમ્પર ચલાવીને સલામત જતી કારને અડાડી દેતા નાનું-મોટું નુકશાન પહોંચ્યું છે. જે બાદ કાર ચાલક તથા પબ્લીકે જાહેરમાં ડમ્પર ચાલકની ધુલાઇ કરી છે. ઘટનાને પગલે લોકટોળા એકત્ર થઇ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના પરથી અંદાજો લગાડી શકાય કે, હજી શહેરમાં બેફામ ચાલતા ડમ્પર ચાલકોને નાથમાં જોઇએ તેટલી સફલતા મળી નથી.

Advertisement

ચાલકને પકડીને તેની ધુલાઇ

વડોદરામાં માતેલા સાંઢની જેમ રસ્તા પર દોડતા ડમ્પરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જે બાદ પોલીસે ડમ્પર તથા અન્ય ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે સમયસીમા લાગુ કરી દીધી છે. છતાં ડમ્પર ચાલકોમાં કોઇ ખાસ સુધારો ન આવ્યો હોવાનું આપણે અવાર-નવાર સાંભળતા હોઇએ છીએ. ત્યારે આજે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં ગફલતભરી રીતે રસ્તા પર ડમ્પર ચલાવતા ચાલકને પકડીને તેની ધુલાઇ કરવામાં આવી છે.

Advertisement

લોકટોળા ઉમટી પડ્યા

આજે સવારે શહેરના વડસર રોડ પર આવેલી શાળા નજીક કાર સલામત રીતે જઇ રહી હતી. દરમિયાન બેફામ ડમ્પરે આવીને બાજુમાંથી કારને અડાવી દીધી હતી. અને કારને નાનું-મોટું નુકશાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે કાર ચાલકે તુરંત ઉતરીને ડમ્પર ચાલકને દબોચ્યો હતો. આ સમયે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. તમામને ભેગા મળીને જાહેરમાં જ ડમ્પર ચાલકને મેથીપાક ચખાડી ધુલાઇ કરી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસ કાર્યવાહી પર સૌની નજર

આ ઘટના જોતા લાગે છે કે, પોલીસ ડમ્પર ચાલકોની ગતિને નાથવામાં નિષ્ફળ રહી છે. હવે આ પ્રકારની ઘટનાઓને નાથવા માટે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : "કરંટ લાગે છે", પોસ્ટર મારેલુ SSG હોસ્પિટલનુ વોટર કુલર ચર્ચામાં

Tags :
Advertisement

.