Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ડમ્પર નીચે કચડાતા મહિલાનુ મોત, ત્રણ વર્ષના બાળકે માતા ગુમાવી

VADODARA : વડોદરા (VADODARA) માં ભારદારી વાહનો જોડે અકસ્માત બાદ મોતની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. આજે સવાલે શહેરના નિલાંબર સર્કલ પાસે ટુ વ્હીલર પર જતી મહિલા પર ડમ્પર ફરી વળ્યું છે. આ ઘટનામાં મહિલાનું કચડાતા સ્થળ પર જ...
vadodara   ડમ્પર નીચે કચડાતા મહિલાનુ મોત  ત્રણ વર્ષના બાળકે માતા ગુમાવી

VADODARA : વડોદરા (VADODARA) માં ભારદારી વાહનો જોડે અકસ્માત બાદ મોતની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. આજે સવાલે શહેરના નિલાંબર સર્કલ પાસે ટુ વ્હીલર પર જતી મહિલા પર ડમ્પર ફરી વળ્યું છે. આ ઘટનામાં મહિલાનું કચડાતા સ્થળ પર જ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિજનો સ્થળ પર દોડી આવ્યા છે. અને પરિજનોના આક્રંદને પગલે માહોલ ગમગીન બન્યો છે. આ પ્રકારની ઘટનામાં માતેલા સાંઢની જેમ ડમ્પર હાંકતા ચાલકો સામે ફાંસીની સજા થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

બાળક ઇજાગ્રસ્ત થયું

વડોદરામાં અગાઉ ભારદારી વાહનો દ્વારા અકસ્માતમાં અનેક માસુમોના જીવ ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે. છતાં નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. જેથી આજે સવારે વધુ એક નિર્દોષ મહિલાનું ડમ્પર નીચે આવી જતા મોતની ઘટના બની છે. આજે સવારે બનેલી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલા હિમાની શ્રીમાળી પોતાના ત્રણ વર્ષના સંતાનને શાળાએ મુકવા જઇ રહી હતી. દરમિયાન નિલાંબર સર્કલ પાસે મહિલા પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું છે. આ ઘટનામાં સ્થાનિકોએ તાત્કાલિક એકત્ર થઇને તપાસ કરતા બાળક ઇજાગ્રસ્ત થયું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી તેને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. હાલ તેની તબિતય સ્થિર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સ્થાનિકોના આરોપ અનુસાર, ડમ્પર ચાલક ખુબ જ નશામાં હતો. તેને ઉભા રહેવાના હોશ પણ રહ્યા ન્હતા.

Advertisement

ત્રણ વર્ષના બાળકે પોતાની માતા ગુમાવી

પ્રત્યદર્શીઓને જણાવ્યા અનુસાર, ડમ્પર ચાલકે મહિલા પર આવીને સીધુ જ વાહન ચઢાવી દીધું હતું. તેણે મહિલાને બ્રેક મારીને બચાવવાના કોઇ પ્રયત્નો કર્યા નથી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ડમ્પર ચાલકની ગફલતે આજે ત્રણ વર્ષના બાળકે પોતાની માતા ગુમાવી છે. પરિજનોને ઘટના અંગે જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેમના આક્રંદને પગલે માહોલ ગમગીન બન્યો છે.

ચાલકને ફાંસી જ આપી દેવી જોઇએ

આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારના કિસ્સાઓમાં ચાલકને ફાંસી જ આપી દેવી જોઇએ. અને દાખલો બેસાડવો જોઇએ. જ્યાં સુધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી આ ઘટનાનો સિલસિલો અટકાવવું અશક્ય છે, તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : પડીકીના પૈસાની લાલચે શખ્સે ભગવાનને પણ ના છોડ્યા

Tags :
Advertisement

.